GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: શ્રી રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની ચૂંટણી – ૨૦૨૬નો કાર્યક્રમ જાહેર

તા.૧૧/૮/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

૧૬ બેઠકો માટે ૧૭ ઓગસ્ટથી ઉમેદવારી ફોર્મ ભરાશે, ૯ સપ્ટેમ્બરના રોજ પરિણામ જાહેર કરાશે

Rajkot: શ્રી રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી, રાજકોટ શહેર-૨ દ્વારા શ્રી રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની ચૂંટણી – ૨૦૨૬ માટેનો સત્તાવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયો છે. આ ચૂંટણી પ્રક્રિયા હેઠળ સંઘ સાથે જોડાયેલ મંડળીગત મતજૂથમાંથી ૧૫ અને વ્યક્તિગત જૂથમાંથી ૦૧ એમ મળીને કુલ ૧૬ બેઠકો માટેની ચૂંટણી યોજાનાર છે.

ઉમેદવારીપત્રો મેળવવાની પ્રક્રિયા તા. ૧૭/૦૮/૨૦૨૬ સોમવારથી તા. ૨૦/૦૮/૨૦૨૬ ગુરુવાર દરમિયાન સવારે ૧૧:૦૦ થી બપોરે ૧૫:૦૦ કલાક સુધી ચાલશે, ઉમેદવારી પત્રો તૈયાર કરવા માટેની છેલ્લી તારીખ ૨૦/૦૮/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ થી બપોરે ૧૫:૦૦ સુધી રહેશે. મળેલા ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ કરવાની તારીખ ૧૭/૦૮/૨૦૨૬ થી તા. ૨૦/૦૮/૨૦૨૬ રહેશે. ત્યારબાદ તા. ૨૧/૦૮/૨૦૨૬ શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરાશે અને તા. ૨૨/૦૮/૨૦૨૬ શનિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે માન્ય ઉમેદવારીપત્રોની યાદી જાહેર કરાશે.

ઉમેદવારીપત્રો પાછા ખેંચવા માટે તા. ૨૨/૦૮/૨૦૨૬ થી તા. ૨૭/૦૮/૨૦૨૬ ના બપોરે ૧૫:૦૦ કલાક સુધીનો સમય આપવામાં આવ્યો છે. ત્યારબાદ તા. ૨૯/૦૮/૨૦૨૬ શનિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

જો મતદાન જરૂરી બનશે તો તા. ૦૮/૦૯/૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧૪:૦૦ કલાક સુધી મતદાન યોજાશે અને તા. ૦૯/૦૯/૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ વાગ્યાથી મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવશે. ઉમેદવારી પત્રો મેળવવાથી માંડીને મતદાનનું પરિણામ જાહેર કરવાની તમામ પ્રક્રિયા પ્રાંત અધિકારીશ્રીની કચેરી, રાજકોટ શહેર-૨, જૂની કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ, રાજકોટ ખાતે કરવામાં આવશે તેમ ચૂંટણી અધિકારીશ્રી, શ્રી રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. અને પ્રાંત અધિકારીશ્રી, રાજકોટ શહેર-૨ની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!