
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજીમાં તિરંગા યાત્રાનો ભવ્ય શુભારંભ, દેશભક્તિના માહોલથી ગુંજી ઉઠ્યું યાત્રાધામ
અરવલ્લી: શામળાજીની પવિત્ર ભૂમિ પર આજે દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. મંત્રી પી.સી. બરંડાની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ NCC અને NSSના કેડેટ્સ જોડાયા હતા.
તિરંગા યાત્રા દરમિયાન પોલીસ જવાનો સાથે મોટી સંખ્યામાં નાગરિકોએ પણ હાથમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી. દેશભક્તિના ગીતો અને તિરંગાના જયઘોષથી સમગ્ર શામળાજી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.યાત્રા દરમિયાન રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને રાષ્ટ્રધ્વજના સન્માનનો સંદેશ આપવામાં આવ્યો હતો. યુવાનોને દેશની પ્રગતિ અને વિકાસમાં સક્રિય યોગદાન આપવા માટે મંત્રી પી.સી. બરંડાએ આહ્વાન કર્યું હતું.તિરંગા યાત્રામાં જોડાયેલા વિદ્યાર્થીઓ, NCC-NSS કેડેટ્સ, પોલીસ જવાનો અને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ‘ભારત માતા કી જય’ અને દેશભક્તિના નારા સાથે શામળાજીનો માહોલ દેશપ્રેમથી રંગાઈ ગયો હતો.





