GUJARATKUTCHMANDAVI

ઠંડી વધતા કચ્છમાં દરેક તાલુકામાં વિકાસ વંચિતો ને સાંસદ દ્વારા ધાબડા વિતરણ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૧ જાન્યુઆરી : ઠંડી નું પ્રમાણ વધતા અને માવઠા જેવી પરિસ્થિતી માં કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ તરફ થી કચ્છ જિલ્લા માં ઠેર ઠેર વિકાસ વંચિતો ની વસાહતો, એકલા અટુલા નિરાધાર લોકો ને ધાબડા વિતરણ કર્યા હતા. સાંસદશ્રી વિનોદભાઇ એ જણાવ્યુ કે, કચ્છમાં ઘણા સ્થળોએ ઝુપડાઓ માં રહેતા અને વિકાસ વંચિતો, એકલા અટુલા રહેતા નિરાધાર લોકો જે કયા પણ હાથ લંબાવી શકતા નથી. તેવા લોકો ને કચ્છમાં મારી સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ મારફતે વિતરણ વ્યવસ્થા ગોઠવી છે તેમ જણાવ્યુ હતું.

Back to top button
error: Content is protected !!