GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબી નાં પોલીસ યુવાન દશરથસિંહ ગઢવીને “ગાર્ડ ઓફ ઑનર” દ્વારા અંતિમ વિદાય

 

MORBi:મોરબી નાં પોલીસ યુવાન દશરથસિંહ ગઢવીને “ગાર્ડ ઓફ ઑનર” દ્વારા અંતિમ વિદાય

 

રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી

મોરબી જિલ્લા નાં હજનાળી ગામના વતની અને હાલ મોરબી રહેતા ચારણ ગઢવી યુવાન દશરથસિંહ લાલુભા ગઢવી જે ગુજરાત રેલ્વે પોલીસ માં ફરજ બજાવતા હતા.રાજકોટ પોલીસ સ્ટેશનમાં ચાલુ ફરજ દરમિયાન હાર્ટએટેકથી અવસાન થયુ છે. આ દુખઃદ ઘટનાથી ગુજરાત પોલીસ તથા સમગ્ર ચારણ સમાજમા શોક વ્યાપી ગયો છે. દશરથસિંહ ગઢવી એ મોરબી ચારણ સમાજ ના અગ્રણી ડૉ.કિશોરદાન ગઢવી ના નાનાભાઈ છે. ચાલુ ફરજ દરમિયાન હાર્ટએટેકથી અવસાન થતા દશરથસિંહ ગઢવી ને ગુજરાત પોલીસ દ્વારા સન્માન સાથે “ગાર્ડ ઓફ ઑનર” દ્વારા અંતિમ વિદાય આપવામા આવી હતી. રાષ્ટ્રભક્તિ, દેશસેવામા ચારણ સમાજ હર હંમેશ અગ્રેસર રહ્યો છે. ચારણ યુવાન દશરથસિંહ લાલુભા ગઢવીને ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઑનર સન્માન આપવામાં આવ્યું. ત્યારે સમસ્ત મોરબી જનો દ્વારા પોલીસમેન દશરથસિંહ લાલુભા ગઢવીને અશ્રુભીની આંખે શ્રધ્ધાંજલિ આપી હતી.

Back to top button
error: Content is protected !!