વૈષ્ણવ સમાજ દ્વારા વૈષ્ણવાચાર્ય ની પ્રેરક ઉપસ્થિતિમાં ડેરોલ થી અંબાલા દ્વારિકાધીશ હવેલી સુધીની પદયાત્રા નીકળી.

તારીખ ૧૨/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ- ડેરોલ વૈષ્ણવ સમાજ અને ડેરોલસ્ટેશન મહિલા સત્સંગ મંડળ તથા શ્રી સુધા સત્સંગ મંડળ દ્વારા રવિવારેવ લ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય પુ.પા. ગૌ ૧૦૮ શ્રી રવીકુમારજી મહારાજ અને યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા. ગો. 108 શ્રી મધુરમકુમારજી મહોદયશ્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં ડેરોલ થી અંબાલા દ્વારિકાધીશ હવેલી સુધીની ૧૨ કી.મી. ની પદયાત્રા નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. સવારે ૧૧ કલાકે પુ. શ્રી નુ આગમન થયુ સર્વે વૈષ્ણવો દ્વારા સ્વાગત કરાયુ ત્યારબાદ ડેરોલસ્ટેશન મહિલા સત્સંગ મંડળ હોલ ખાતે વચનામૃત આપ્યા ડેરોલ સ્ટેશન ગોવર્ધનનાથજી હવેલીમાં ઠાકોરજી ની રાજભોગ આરતીના દર્શન કરાવી પદયાત્રા નો પ્રારંભ થયો વૈષ્ણવો સાથે પદયાત્રામાં પુ.પા. ગૌ ૧૦૮ શ્રી રવીકુમારજી મહારાજ પૂ.પા. ગો. 108 શ્રી મધુરમકુમારજી મહોદયશ્રી પણ જોડાયા હતા. અંબાલા ખાતે પહોંચી મહિલા મંડળ ના પાઠ અને પૂજ્યશ્રી ના વચનામૃત અને દ્વારિકાધીશ પ્રભુના ના દર્શન બાદ મહાપ્રસાદી નુ આયોજન કરાયુ છે.






