GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર તાલુકાના અભરામપુરા ગામે સાધુ ના વેશે આવેલા ત્રણ ઈસમો એ મહીલા ને પુત્રને સુશીલ કન્યા ના બહાને વિધિ ના નામે ૧૮ લાખ ૬૧ હજાર ખંખેરી લીધા

વિજાપુર તાલુકાના અભરામપુરા ગામે સાધુ ના વેશે આવેલા ત્રણ ઈસમો એ મહીલા ને પુત્રને સુશીલ કન્યા ના બહાને વિધિ ના નામે ૧૮ લાખ ૬૧ હજાર ખંખેરી લીધા
વિધિ મા આપેલ સોનાના દોરાની તપાસ કરતા નકલી નીકળ્યું ત્રણ ઠગ સામે ફરીયાદ નોંધાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના અભરામપુરા ગામની મહિલા બેન પાસેથી તમારા દીકરા ઉપર મોટી ઘાત છે. કહી ઘાત ટાળવા અને દીકરાને સુશીલ કન્યા મળે તે માટે વિધિ કરાવી પડશે તેમ કહી ચાર મહિના મા રૂપિયા ૧૮ લાખ ૬૧ હજાર પડાવી ત્રણ અજાણ્યા ઇસમો એ ઠગાઈ કરતા પોલીસ મથકે મહીલા એ ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.આ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અભરામપુરા ગામના અને પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા શોભાના બેન વિક્રમ ભાઈ પટેલ દિવાળીના તહેવાર ના મહિનાઓ મા તેઓ ઘેર હતા તે સમયે સાધુ વેશ મા આવેલા શખ્શો ને પાણી પીવડાવતા તેઓ એ મહિલાને તમારા ઘેર સંસ્કારી સુશીલ વહુ રૂપે કન્યા આવશે તેમ કહી નંગ આપી દીકરા ને નંગ સોનાની વીંટી મા પહેરાવજે કહી ધંધો સારું જશે તેમ કહી આર્શીવાદ આપ્યા હતા. અને મોબાઈલ નંબર લઇ તેમનો મોબાઈલ નંબર આપ્યો હતો. ત્યાર બાદ ધનતેરસ ના દિવસે ફોન કરી તમારા દીકરા ઉપર બહુ મોટી ઘાત આવવા ની છે. તેમ કહી તેના નિકાલ માટે ની વિધિ ના પૂજા વિધિ ની સામગ્રી ના રૂપિયા ૨૫ હજાર ફોન પે થી ટ્રાન્સફર કરાવ્યા હતા. આ વિધિ ૩૨ દિવસો સુધી ચાલશે તેમ કહી સિધ્ધપુર પહેરેલા દાગીના સાથે વિધિ માટે આવવું પડશે તેમ કહી તેઓને સિધ્ધપુર બોલાવ્યા હતા. જ્યાં ઓન લાઇન રૂપિયા ૫૦,૦૦૦/- કરાવ્યા હતા. સિધ્ધપુર કાકોશી પાસે બે ઈસમો વિધિ બાબતે ઘડો બતાવી તેમાંથી રૂપિયા ૫૦૦/- કાઢીને બતાવ્યા હતા. આમ વિધિ ના નામે અલગ રીતે ફેરવી અને વધુ રૂપિયા પડાવતા જે બાબતે શક ગયો હતો.તેમની પાસે વિધિ ના નામે સતત કુલ રૂપિયા ૧૮ લાખ ૬૧ હજાર ત્રણ સાધુ વેશ ધારી ઈસમો એ પડાવી લેતા શોભાના બેને લાડોલ પોલીસ મથકે ત્રણ સાધુ ધારી ઈસમો સામે ઠગાઈ છેતરપિંડી ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!