ક્રાંતિકારી વીરાંગના દુર્ગાદેવીની યાદમાં લોક ડાયરા નું આયોજન લોક ડાયરા નું આયોજન

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અને જય ભવાની ભવાઈ મંડળી અમદાવાદ દ્વારા આયોજિત ક્રાંતિકારી વીરાંગના દુર્ગાદેવીની યાદમાં તેમની સ્મરણાંજલિ કાર્યક્રમમાં ભવ્ય લોકગીત સંગીત અને દેશભક્તિના ગીતોના લોક ડાયરા નું આયોજન જીવન સંધ્યા ઘરડાઘર, નારણપુરા, અમદાવાદ ખાતે ખુબ સુંદર અને ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં પવન કલાવૃંદ ના કલાકારો દ્વારા લોક ડાયરાની રમઝટ બોલાવવામાં આવી હતી. જેમાં વૃદ્ધાશ્રમના વડીલોએ ખૂબ જ આનંદભેદ આ પ્રોગ્રામ નિહાળ્યો હતો અને ઉમંગભેર ગરબા પણ ગયા હતા.
આ પ્રોગ્રામમાં અતિથિ વિશેષ જીવન સંધ્યા ઘરડા ઘરના ટ્રસ્ટી શ્રી ડિમ્પલબેન શાહ, નારણપુરા વોર્ડના કોર્પોરેટર શ્રી જયેશભાઈ પટેલ, ભાજપના કાર્યકર્તા શ્રી જયેશભાઈ ગેડિયા, સામાજિક કાર્યકર્તા અને બાલ શિક્ષણ શ્રી ગીતાબેન રવીયા, શાહીબાગ એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી શ્રી વૈશાલીબેન આચાર્ય, ઝોન ચેરમેન લાયન્સ ડીસ્ટીક શ્રી ગૌતમ બ્રહ્મભટ્ટ, લુહાર સુથાર જ્ઞાતિના અગ્રણી શ્રી લલીતભાઈ પંચાલ પોતાનો કિંમતી ટાઈમ આપી અને આ પ્રોગ્રામમાં ચાર ચાંદ લગાવ્યા હતા.







