GUJARATKUTCHMANDAVI

વિકલાંગ જીવન વિકાસ મંડળ સંચાલિત દિવ્યાંગ આશરાધામ ખાતે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે પચાસ જેટલા જરૂરીયાતમંદ દિવ્યાંગ પરીવારોને મિષ્ટાન અને ફરસાણ કીટ નુ વિતરણ કરાયું 

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૫ જાન્યુઆરી : વિકલાંગ જીવન વિકાસ મંડળ સંચાલિત દિવ્યાંગ આશરાધામ ખાતે મકરસંક્રાતિ નાં પાવન પર્વ પ્રસંગે પચાસ જેટલા જરૂરીયાતમંદ દિવ્યાંગ પરીવારોને મિષ્ટાન અને ફરસાણ કીટ નુ વિતરણ કાર્યક્રમ સંસ્થાનાં પ્રમુખશ્રી હરીભાઇ પટેલ નાં પ્રમુખ સ્થાને રાખવામાં આવેલ. મિષ્ટાન ફરસાણ નાં દાતાશ્રીઓ અક્ષરનિવાસી પ્રેમજીભાઈ નારણભાઈ છભાડીયા મોટા આસંબીયાં , જીગરભાઈ મારાજ કાંડાગરા , સરોજબેન દવે ભુજ તેમજ કુસુમબેન ગાલા બિદડા રહેલ. કાર્યક્ર્મની શરૂઆતમાં સંસ્થાનાં મંત્રીશ્રી હોથુજી પી જાડેજાએ લાભાર્થીઓ તેમજ મહેમાનોનું સાબ્દિક સ્વાગત કરેલ તેમજ મકરસંક્રાતિ ની શુભકામનાઓ આપેલ . આ પ્રસંગે સંસ્થાનાં મંત્રીશ્રી રણછોડભાઈ પટેલ , કેતનભાઈ સોલંકી , અજીતસિંહ સમા , નવલસિંહ જાડેજા , છાયાબેન લાલન, રામજીભાઈ ચાવડા , માનસંગજી સોઢા, રાજેન્દ્રસિહ જાડેજા વગેરે ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહેલ. આવેલ દિવ્યાંગ લાભાર્થીઓ તેમજ મહેમાનો માટે બપોર નાં ભોજન ની વ્યવસ્થા સંસ્થા તરફથી કરવામાં આવેલ. આ કાર્યક્રમ નુ સમગ્ર આયોજન સંસ્થા નાં વ્યવસ્થાપકશ્રી ખુશાલભાઈ ગાલા એ સંભાળેલ.

Back to top button
error: Content is protected !!