
તા.૧૫.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલીના ચમારિઆ ગામમાં લોક જાગૃતિ અર્થે ભાથીજી મહારાજના આખ્યાનનો પ્રોગ્રામ રાત્રી દરમિયાન આયોજન કરવામાં આવ્યું
સંજેલી તાલુકામાં આવેલ ચમારિયા ગામમાં ગ્રામ પંચાયત ની પાસેહોળી ફળિયામાં એક દિવસીય જય ગોગાદેવ યુવક મંડળ સંતરોડ દ્વારા ક્ષત્રિય વિર ભાથીજી મહારાજનું આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ગણપતિની સ્તુતિ કરીને શરૂઆત કરવામાં આવી હતી.જેમાં આજુબાજુ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભાથીજી મહારાજે કરેલા જીવનના કાર્યો અને અનેક વિધ પાત્રો ભજવીને અંચબિત માહિતી આપવામાં આવી હતી. નાના નાના બાળકોને મોજ પડી ગઈ હતી .. આમ રાત્રીના સમયે કડકડતી ઠંડીમાં અનેક લોકો ભાથીજી મહારાજ આખ્યાનનો લહાવો લીધો હતો





