GUJARATPANCHMAHALSHEHERA

ગોધરા બસ ડેપો ખાતે માર્ગ સુરક્ષા જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ- ૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત

 

શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

********

*પંચમહાલ, સોમવાર ::*

પંચમહાલ જિલ્લામા રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ- ૨૦૨૫ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે નિમિત્તે અંતર્ગત ગોધરા બસ ડેપો ખાતે માર્ગ સુરક્ષા જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગોધરા ડેપો વિભાગના કામદારોને માર્ગ સુરક્ષા અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. તેમજ માર્ગ અકસ્માત અટકાવવા તથા રોડ સેફટી બાબતે ધ્યાનમાં રાખવાની બાબતોથી કામદારોને માહિતગાર અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે વિભાગીય નિયામકશ્રીએ કામદારોને પુષ્પગુચ્છ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં વિભાગિય નિયામક ડામોર જી, અવ્વલ કામદાર અધિકારી ચોપડા જી, વિભાગીય પરિવહન અધિકારી સોલંકી જી, ડેપો મેનેજર માવી જી, ટ્રાફિક પોલીસ ઇન્ચાર્જશ્રી સહિત મોટી સંખ્યામાં ડ્રાઇવર્સ, કંડક્ટર્સ તથા અન્ય સ્ટાફમિત્રો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!