WANKANER:વાંકાનેરના કોઠારીયા ગામ નજીક વાડીમાંથી વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે ઈસમ ઝડપાયો
WANKANER:વાંકાનેરના કોઠારીયા ગામ નજીક વાડીમાંથી વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે ઈસમ ઝડપાયો
વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે મળેલ બાતમીને આધારે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામની ખારા સીમમા નાથાભાઈ ખોડાભાઈ કોબીયાની કબ્જા ભોગવટાવાળાની વાડીમાથી આરોપી વિજયભાઈ ચકુભાઈ કોબીયા ઉવ.૨૫ રહે.કોઠારીયા તા.વાંકાનેરવાળાને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૪૮ નંગ બોટલ કિ.રૂ.૩૭,૬૬૨/- તથા કિંગફિશર પ્રીમયમ બિયરના ૪૦ નંગ ટીન કિ.રૂ.૪,૬૦૦/- એમ કુલ રૂ.૪૨,૨૬૨/-ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે, પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં વિદેશી દારૂનો જથ્થો આપી જનાર આરોપી કાનભા ઉર્ફે મુલરાજસિંહ મહાવીરસિંહ ઉર્ફે મધુભા ઝાલા રહે.કોઠારીયા તા.વાંકાનેરવાળાના નામની કબુલાત આપી હતી, હાલ વાંકાનેર તાલુકા પોલીસે વિદેશી દારૂ-બિયરનો જથ્થો કબ્જે લઈ બંને આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.