GUJARATSURENDRANAGARWADHAWAN

વઢવાણમાં કોર્પોરેશન દ્વારા પાંજરાપોળ વિસ્તારમાંથી રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરી

તા.24/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર સહીત વઢવાણ શહેરના મેઇન રોડ રખડતા ઢોરનો ત્રાસ વધી રહયો છે ત્યારે ભુતકાળમાં આ રખડતા ઢોરથી રાહદારીઓને અડફેટે લેતા તેમજ શહેરીજનોને અકસ્માત પહોચાડયાના બનાવો બની ચુકયા છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા રખડાતા ઢોરને પકઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વઢવાણ પાંજરાપોળ વિસ્તારમાં રખડતા ઢોરને કોર્પોરેશન દ્વારા પકડવાની કામગીરી કરવામાં આવતા રહીશો તેમજ રાહદારીઓએ કયાંકને કયાક રાહતનો શ્વાસ લીધો હતો વિગત મુજબ વઢવાણ શિયાણીની પોળ વિસ્તારમાં કોર્પોરેશનના વિસ્તારના કર્મચારીઓ દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ઉલ્લેખનીય છેકે આ વિસ્તારમાં રાહદારીઓનો ઘસારો વધુ પ્રમાણમાં રહેતો હોય છે અને અવાર નવાર ફરીયાદો પણ ઉઠી હતી? ત્યારે આ વિસ્તારમાં સ્કૂલ, માર્કેટ સહીત હોસ્પિટલ આવેલ હોય સાંજના સમયે બાળકો તેમજ માર્કેટ જતા મહીલાઓને અહીથી પસાર થવુ મુશ્કેલી ભર્યુ બની રહે છે આ પોસ વિસ્તારમાં કયારે આખલા તો કયારેક ગાય વચ્ચે યુધ્ધો છેડાતા હોય છે? ત્યારે પાંજરાપોળ વિસ્તારમાં રખડતા ઢોરને કોર્પોરેશન દ્વારા પકડવાની કામગીરી કરવામાં આવતા રહીશો તેમજ રાહદારીઓએ કયાંકને કયાક રાહતનો શ્વાસ લીધો હતો.

Back to top button
error: Content is protected !!