
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસામાં ગાયત્રી મંદિર પાસે સૂર્યોદય ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગ્રાહકોના નામે લોન ઉપાડી લઈ છેતરપિંડી કર્યા હોવાના ગ્રાહકોના આક્ષેપ
મોડાસા શહેરના ગાયત્રી મંદિર પાસેની ખાનગી સૂર્યોદય ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ લોનના નામે ગ્રાહકો ના નામે લોન ઉપાડી લઈ છેતરપિંડી હોવાના ગ્રાહકોના આક્ષેપ સાથે રોષ
મોડાસા શહેરના ગાયત્રી મંદિર પાસે આવેલો એક ખાનગી સૂર્યોદય ફાઇનાન્સ નામની બેંક શાખામાં,મહિલા ગ્રુપમાં અપાતી લોનના નામે શાખાના જ એક રવિ સોલંકી નામના કર્મચારીએ છેતરપિંડી આચરી હોવાના આક્ષેપ સાથે ભોગ બનનાર ગ્રાહકો ફાઇનાન્સ શાખા ખાતે આવી પહોંચી રોષ ઠાલવ્યો હતો.ગ્રાહકો એ અગાઉ લીધેલ લોનના દસ્તાવેજ આધારે કર્મચારીએ પાસે ચાર જેટલા ગ્રાહકોના નામે બેન્કમાંથી લોન ઊપાડી લીધા બાદ હપતા ની બેંકમાં થી નોટિસ આવતા ભાંડો ફૂટ્યો હતો રોષ જોવા મળ્યો હતો.જવાબદાર બેંકના એરિયા મેનેજરે પણ આરોપી કર્મચારી સામે સત્યતા તપાસી કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.




