કાલોલ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા તાલુકા કક્ષાનો કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી.

તારીખ ૨૫/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા બેઢિયા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી. કર્તવ્ય બોધ દિવસ કાર્યક્રમમાં કાલોલ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના સહમંત્રી રવિન્દ્રસિંહ ઠાકોર દ્વારા કર્તવ્ય બોધ દિવસનું બૌદ્ધિક વક્તવ્ય આપી સાથે સાથે સંગઠન શું છે અને શું કામ સંગઠનની જરૂર છે તે સંઘ પરિચય આપી સમજાવી અને શિક્ષક મિત્રોનું કર્તવ્ય શું છે તથા સ્વામી વિવેકાનંદ તેમજ સુભાષચંદ્ર બોઝ ના જીવન ચરિત્ર ને લઈને પ્રેરક પ્રસંગો નું માર્ગદર્શન આપ્યું.તથા સમગ્ર કાર્યક્રમની ઉજવણી અંગેનો મહિમા વિશેષ રીતે તાલુકા અધ્યક્ષ વિનોદકુમાર અમીન દ્વારા મહાસંઘ ની કાર્યપ્રણાલી ની વિશેષ ચર્ચા દ્વારા સમજાવવામાં આવ્યું અને વક્તવ્ય આપવામાં આવ્યું.તાલુકામાં હાજર તમામ શિક્ષક મિત્રો ની સાથે સાથે બેઢિયા પગારકેન્દ્ર ના ઇ.ચા.આચાર્ય વિક્રમભાઈ ગોસાઈ તથા સી.આર.સી.કો.ઓ.ગૌરાંગભાઈ જોશી તેમજ મહાસંઘ ના સહ સંઘઠન મંત્રી કનુભાઈ પટેલ તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા કર્તવ્ય બોધદિન ના દિવસની ઉજવણી સફળતાપૂર્વક કરી.તાલુકા ના અન્ય પગારકેન્દ્ર માં કરોલી પ્રા.શાળા માં મહાસંઘ ના રાજ્યપ્રતિનિધિ દ્વારા તથા ભાખરની મુવાડી પ્રા.શાળા માં મહાસંઘ ના જિલ્લા ઉપાધ્યક્ષ અજીતસિંહ સોલંકી દ્વારા પણ કર્તવ્ય બોધદિન ની ઉજવણી કરવામાં આવી..






