અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસામાં સ્વયંભુ સાકરીયા હનુમાનજી મંદિર 76 મા પ્રજાસત્તાક રાષ્ટ્રીય પર્વ પર દેશભક્તિનાં રંગે રંગાયું
અરવલ્લીના મોડાસામાં સ્વયંભુ સાકરીયા હનુમાનજી મંદિર 76 મા પ્રજાસત્તાક રાષ્ટ્રીય પર્વ પર દેશભક્તિનાં રંગે રંગાયું છે. ગુજરાતમાં એક માત્ર સૂતા હનુમાન દાદા તરીકે ઓળખાતા અને અલૌકિક પ્રતિમાને તિરંગા દ્વારા વિશેષ શણગાર કરાયો છે. નવનિર્માણ પામતા મંદિરના ગર્ભગૃહમાં હનુમાનજી દાદાની આસપાસ તિરંગાનાં વિશેષ શણગારના દર્શનાર્થીઓ દર્શન કરીને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી. શ્રદ્ધાળુઓ હનુમાન દાદાના દર્શન સાથે દેશ ભક્તિની અનુભૂતિ પણ કરીને ધન્યતા અનુભવી રહ્યા હતા અને મંદિર પરિસર દેશ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું.