
પ્રતિનિધિ:ઉમરેઠ
તસ્વીર: કુંજન પાટણવાડીયા
આણંદ જીલ્લા પોલીસ અધિક્ષક જી.જી.જસાણીએ જીલ્લામાં બનતા મિલકત સબંધી ગુનાઓ તેમજ અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી આવા પ્રકારની પ્રવૃતિ કરતા ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આવી પ્રવૃતિ અટકાવવા જરૂરી તકેદારી રાખવા સુચના આપી હતી. જે આધારે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ આણંદ વિભાગ આણંદ ના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એચ.બુલાન ઉમરેઠ ના સીધા માર્ગદર્શન તથા સુચના મુજબ ઉમરેઠ પોલીસ સ્ટેશનના માણસો રાકેશભાઇ પુનમભાઇ,મુળરાજસિંહ અર્જુનસિંહ,જૈનુલ આબેદ્દીન સોકતઅલી તથા ધીરુભાઇ તોગાભાઇ તા.૨૨/૦૧/૨૦૨૫ નો રોજ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રાકેશભાઇ પુનમભાઈ ને બાતમી હકીકત મળી હતી કે એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ ગાડી છે જે સ્વીફ્ટ ગાડીમાં અમુક ઈસમો કોઈ જગ્યાએથી બકરાની ચોરી કરી આણંદ થી ઉંમરેઠ તરફ આવવાના છે જેથી સદર બાતમીના આધારે તા.૨૨/૦૧/૨૦૨૫ ના રોજ એક સફેદ કલરની સ્વીફટ ગાડી આવતા તેને હાથથી ઇશારો કરી રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ ગાડી ઉભી રાખી ન હતી અને ઉમરેઠ ઓડ તરફ ગાડી લઇને ભાગ્યા હતા, જે સ્વીફ્ટ ગાડીનો પીછો કરતાં ઉમરેઠ માર્કેટ યાર્ડ તરફ ગાડી જવા દેતા આગળ જઈ ગાડી ઉભી રાખી ગાડીમાં બેઠેલા ઇસમો ગાડી મુકી ભાગી ગયા હતા. જેથી સદર સફેદ કલરની નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ ગાડી શંકાસ્પદ હોય જેથી ઉમરેઠ પોલીસ સ્ટાફે તરત જ પંચો રૂબરૂ ગાડીના દરવાજા ખોલી તેની અંદર ચેક કરતાં તેમાં બે મોબાઇલ મળી આવેલ તેમજ પાછળની શીટમાં અંદર તપાસ કરતા ગાડીના પાછળની શીટના ભાગે બકરાઓ ભરેલ હતા જેથી સદર ગાડીની ડીકી ખોલી તેમાં જોતા વાહનની બે છુટ્ટી નંબર પ્લેટ હતી જેનો નંબર જોતા જી.જે.૨૩ એ.એફ ૧૮૪૨ નો હતો તેમજ સદર ગાડી નો ચેચીસ નંબર એન્જીન નંબર જોતા ચેચીસ નં:MA3EHKD1500411538નો તથા એન્જીન નં:K12MN1237976નો હોય જે સફેદ કલરની સ્વીફ્ટ ગાડી જેની અંદાજીત કિમંત રૂ.૨,૧૦,૦૦૦/- ની ગણેલ તથા સદર સ્વીફ્ટ કારમાં મળી આવેલ ૫ બકરાઓની પ્રતિ બકરા ૨૦૦૦/- રૂપિયા લેખે ફૂલ રૂ.૧૦,૦૦૦/- ની ગણી તેમજ સદર ગાડીમાંથી મળી આવેલ બે મોબાઇલ જેની એક મોબાઇલની અંદાજીત કિ.૫૦૦૦ લેખે બે મોબાઇલની કિમ.રૂ.૧૦,૦૦૦/- તેમજ સદર ગાડીમાંથી મળી આવેલ આર.ટી.ઓ નંબર પ્લેટની કિ.રૂ.૦૦/- મળી ફૂલ મુદ્દામાલ રૂ.૨,૩૦,૦૦૦/- નો ગણી બી.એન.એસ.એસ- કલમ ૧૦૬ મુજબ તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરેલ અને જે નંબર વગરની સફેદ કલરની બકરા ભરેલ સ્વીફ્ટ ગાડી મુકીને ભાગી ગયા હતા તે ઇસમો અજય કનુભાઇ તળપદા તથા સુભાષભાઇ નટુભાઇ તળપદા ધરપકડથી નાસતા ફરતા હતા જે ઘરે આવવાના હોવાની પાક્કી માહિતી મળતા તા.૨૫/૦૧/૨૦૨૫ ના રોજ રાત્રે ૨૨/૧૫ વાગે પકડી અટક કરી તા.૨૨/૦૧/૨૦૨૫ ના રોજ ફોર વ્હીલ ગાડીમા બે ઈસમોને કોઇ પણ આધાર પુરાવા વગરના પાંચ બકરા ગાડી સાથે મુકી ભાગી છૂટેલા બન્ને ઈસમોને ઉમરેઠ પોલીસ દ્વારા બી.એન.એસ.એસ. કલમ ૩૫ (૧) (જે) મુજબ ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.




