BANASKANTHAGUJARATKANKREJ

પીએમ શ્રી થરા અનુપમ પ્રાથમિક શાળા નંબર-૨ ખાતે ૭૬ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી..

પીએમ શ્રી થરા અનુપમ પ્રાથમિક શાળા નંબર-૨ ખાતે ૭૬ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી..

પીએમ શ્રી થરા અનુપમ પ્રાથમિક શાળા નંબર-૨ ખાતે ૭૬ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી..

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ પીએમ શ્રી થરા અનુપમ પ્રાથમિક શાળા નંબર-૨ ના પટાંગણમાં થરા સ્ટેટ માજીરાજવી એવમ નગરપાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા ના વરદ હસ્તે શાળાના ઉત્સાહી આચાર્ય બિંદેશ્વરીદેવી ઝાલા, કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ,કોર્પોરેટર ભુપતજી ગોહિલ,થરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભુપેન્દ્રસિંહ ડી.પરમાર, મહામંત્રી અલ્પેશભાઈ શાહ,મ. ભો.સં.મંગળભાઈ પરમારની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરી ૭૬માં પ્રજાસત્તાક દિનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.શાળાના આચાર્ય બિંદેશ્વરીદેવી નરેન્દ્રસિંહ ઝાલાએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકાર્યા હતા.શાળા ના બાળકો દ્વારા ગીત,ગરબા, નાટક,એકપાત્રીય અભિનય, વકતૃત્વ સ્પર્ધા સહિત દેશ ભક્તિના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.શાળામાં અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ નંબર મેળવનાર દરેક બાળકોને શાળા પરિવાર દ્વારા શિલ્ડ અને સન્માન પત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.પ્રાસંગિક પ્રવચન કરતા પૃથ્વીરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સંવિધાનમાં યોગદાન આપનાર બંધારણના તમામ ઘડવૈયાઓને યાદ કરીને શ્રદ્ધાપૂર્વક નમન કરૂં છું.આવો આપણે સૌ સાથે મળીને ત્રિરંગા ના ગૌરવને હંમેશા જાળવવા દેશ ભક્તિની ભાવનાને મજબૂત બનાવવા અને ભારતીય બંધારણ ના ઊંચા આદર્શોને વધુ સશક્ત કરવા માટે તેમજ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને પ્રગતિની દિશામાં સાથે મળીને આગળ વધવા માટે સંકલ્પ કરીએ. બાબુભાઈ પ્રજાપતિ (થરેચા) સહિત શાળાનો સમગ્ર સ્ટાફ ગણ હાજર રહી પ્રજાસત્તાક દિનના કાર્યકમને સફળ બનાવ્યો હતો.ધ્વજવંદન કાર્યક્રમનું સંચાલન રણુભા વાઘેલાએ જ્યારે સ્ટેજ સંચાલન દિનેશભાઈ પરમાર અને આભાર વિધિ આશીફભાઈ મોરવાડીયા એ કરેલ.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!