તા.૨૮.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
ઝાલોદની શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મહેંદી અને હેરસ્ટાઈલ સ્પર્ધા યોજાઈ
ઝાલોદ વિદ્યાસમાજ ટ્રષ્ટ સંચાલિત શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદ ખાતે સી.ડબલ્યુ.ડી.સી દ્વારા બહેનોની મહેંદી અને હેર સ્ટાઈલ સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં સી. ડબલ્યુ.ડી.સી. ના કોઓર્ડીનેટર શ્રીમતી સવિતાબેન ચૌધરી દ્વારા કોલેજની વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં કોલેજના પ્રોફેસર ડો. અનિતા પાદરીયા, ડૉ. સંગીતા વહિયા, શ્રીમતી ભારતીબેન મોદી, પ્રોફેસર મિત્તલ ભુરીયા અને પ્રોફેસર નમ્રતા ગોહિલ દ્વારા નિર્ણાયક ભૂમિકા ભજવવામાં આવી હતી. આ સ્પર્ધામાં કોલેજની વિધાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો