DAHODGUJARAT

દાહોદના ભગીની સમાજ પરથી બાળકી ગુમ થયેલ બાળકને TRB જવાનોએ શોધી કાઢતા બાળકની માતા TRB જવાનો અને સખી વન સ્ટોપ સેન્ટરનું આભાર માન્યુ

તા.૨૯.૦૧.૨૦૨

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના ભગીની સમાજ પરથી બાળકી ગુમ થયેલ બાળકને TRB જવાનોએ શોધી કાઢતા બાળકની માતા TRB જવાનો અને સખી વન સ્ટોપ સેન્ટરનું આભાર માન્યુ

આજરોજ મંગળવાર બપોરના સમયે મળતી માહિતી અનુસાર વાત કરીયેતો દાહોદના મોટા ઘાંચીવાડ વિસ્તારમાં રહેતી મહિલા એમની બાળકીને લઈ દાહોદ શહેરના બિરસા મુંડા ચોક નજીક આવેલ ભગીની સમાજ નજીક કઈ કામ અર્થે આવ્યા હતા.ત્યારે મહિલા કામમાં વ્હસ્ત હતા.ત્યારે મહિલાની નજર બાળકી પર પડતા અને સ્થળ પર બાળકી ન જોવાતા.મહિલા ચિંતામાં મુકાઈ હતી અને બાડકીની શોધ ખોડ હાથ ધરી હતી.કલ્લાકો સુધી બાળકી ન મળી આવતા મહિલાએ પરિવારનું સંપર્ક કર્યું અને તમામ લોકો એકઠા થયા હતા.ત્યારે બિરસા મુંડા ચોક પર ફરજ પર હાજર રસ્તા નજીક એકલી અને રડતી બાળકી પર નજર પડતાં TRB જવાનો બાળકી પાસે જઈ પૂછતાજ કરતા ત્યારે કોઈ સંતોષ કારક જવાબ ન મળતા ત્યારે TRB જવાનોએ તાતકાલિક સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કર્યો અને રસ્તા પર એકલી અને રડતી બાળકી મળી આવી હોવાની માહિતી આપી.જેની માહિતી મળતાજ઼ સખી વન સ્ટોપ સેન્ટર ની મહિલાઓ સ્થળ પર દોડી આવી બાળકીને રેસ્ક્યુ કરી.વિસ્તારમાં પૂછ પરછ કરતા.બાળકી દાહોદના મોટા ઘાંચીવાડ વિસ્તારના પટેલીયા વાડની હોવાની અને આં બાળકીને એની માતા બપોરના સમયે ખોડતી હોવાની માહિતી મળતા.સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પરિવારનો સંપર્ક કરી.બાળકીને એના પરિવારથી મેળાપ કરાવ્યું.માતાને એની બાળકી મળી આવતા માતાએ TRB જવાનો અને સખી વન સ્ટોપ સેન્ટરનુ ખુબ ખુબ આભાર માન્યુ હતું

Back to top button
error: Content is protected !!