RAJKOTRAJKOT CITY / TALUKO

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન રાજકોટ અને ગ્રીન ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ખાંભાના સંયુક્ત ઉપક્રમે પ્રથમ સર્વ જ્ઞાતિ સમુહલગ્નોત્સવ રાજકોટ ખાતે શ્રેષ્ઠીઓ, દાતાઓ, સેવકોની ઉપસ્થિતિમાં ભારે ઉમંગ અને ઉત્સાહથી ભવ્ય રીતે સંપન્ન થયો.

 

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન રાજકોટ અને ગ્રીન ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ખાંભાના સંયુક્ત ઉપક્રમે પ્રથમ સર્વ જ્ઞાતિ સમુહલગ્નોત્સવ રાજકોટ ખાતે શ્રેષ્ઠીઓ, દાતાઓ, સેવકોની ઉપસ્થિતિમાં ભારે ઉમંગ અને ઉત્સાહથી ભવ્ય રીતે સંપન્ન થયો.

નમ્રતાગીન ફાઉન્ડેશન રાજકોટ થતા ગ્રીન ચેરિટેબલ ટ્રસ્ટ ખાંભાના સંયુક્ત ઉપક્રમે પ્રથમ સર્વ જ્ઞાતિ સમુહલગ્નોત્સવ રાજકોટ બી ડિવિઝન પાસે સમાજ શ્રેષ્ઠીઓ, દાતાઓ, સેવકોની ઉપસ્થિતિમાં ભારે ઉમંગ અને ઉત્સાહ વચ્ચે સંપન્ન થયો.

દરેક મા-બાપનું સપનું હોય કે તેમને પોતાની વહાલ દીકરીને વાંચતે ગાજતે પરણાવે. પરંતુ કેટલાક મા બાપના આ સપનાઓ વર્તમાન સમયની મોંઘવારીના ભાર નીચે દબાઈ જતા હોય છે. આવા માવતરનો સહારો બની સવંત ૨૦૮૧ પોષવદ ૧૩ ને સોમવાર તા. ૨૭/૦૧/૨૦૨૫ ના રોજ રાજકોટ બી.સીવીઝન ખાતે પ્રથમ સર્વ જ્ઞાતિ સમુહલગ્નોત્સવ હિન્દુ શાસ્ત્રોકત વૈદિક વિધાન અને મંત્રોચ્ચારથી સંપન્ન થયો.

રાજકોટ, જસદણ, વાંકાનેર, ચોટીલા, પીઠાપુર (યું.પી.) ઉપલેટા સહિતના ૬ નવદંપતીએ લગ્નરૂપી નાવમાં સવાર થઈ ભવસાગર પાર ઉતારવા પ્રયાણ કર્યું હતું.

સોમવારના સવારે 8:00 કલાકે વરવધુ, સાંજનમાંજન, માંડવીયા અને જાનૈયાઓનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરીલા લગ્ન ગીતોની રમઝટ વચ્ચે સવારે 10:00 વાગ્યાની મંગલ ઘડીએ વર-કન્યાઓ ના હસ્તમેળાપ યોજાયા હતા.

બપોરના ૧૨ વાગ્યે બોહળી સંખ્યામાં ઉપસ્થિત હાજર સૌ લોકોએ ભોજન પ્રસાદ લીધો હતો.

સમુહલગ્નોત્સવમાં જોડાયેલ દીકરીઓને દાતાઓના સહયોગથી અઢળક કરિયાવર પણ મળ્યો હતો.
કાળજા કેરો કટકો મારો ગાંઠ થી છૂટી ગયો.. જાન વિદાય સમયે દીકરીઓ સાસરે વળાવતા દીકરીઓના માવતર સાથે પરિવાર અને આયોજકો ની પણ આંખો ભીની થઈ હતી.

આ સર્વ જ્ઞાતિય સમૂહલગ્નમાં દાતાશ્રીઓ, મુખ્ય અતિથિઓમાં ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, ઋષિભાઈ પંડ્યા, સ્વ.અમૃતાબેન નડિયાપરા વતી શ્રી પ્રફુલભાઈ નડિયાપરા, મોહનભાઈ રાખસિયા, ભારત ગેસ એજન્સી અમૃતભાઈ મૂંગરા, રાજેન્દ્રભાઈ રાણપરા, સ્વ. સવિતાબેન કાપડીયા, હરેશભાઈ અમૃતીયા, વિરપાલસિંહ ઝાલા, જયપાલભાઈ બેલડીયા, લક્ષ્મીબેન મીશ્રા, મીનટુભાઈ ભુવા, વિનુભાઈ દુરગિયા (વાત્સલ્ય સમાચાર), હિરેનભાઈ ચૌહાણ, કમલેશભાઈ ચાંપાનેરી, અશોકભાઈ જોશી, હિતેશભાઈ ભુવા, સુભાષભાઈ વધાસિયા, જયેશભાઈ ઉપાધ્યાય (બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ), ડો. સ્નેહલ તન્ના, મિસ્ટર ચીમનીવાલા, મીરાબેન ચુડાસમા, આનંદસિંહ ઠાકોર, પૃથ્વીસિંહ રાણા, જયેશભાઈ લીંબાસિયા, વજુભાઇ મારડીયા, અંકુરભાઈ પરસાણીયા, ડો. વિરમભાઈ ગોઢાણીયા – પોરબંદર, પત્રકાર વિરમભાઈ આગઠ – ગોસાઘેડ, પરિનભાઈ પટેલ, એપલબેસન, ભારતીબેન રાવલ, ભરતભાઈ (શ્રીનાથજી એન્ટરપ્રાઈઝ), શ્રી પાઇપ એન્ડ ફિટિંગ રામણિકભાઈ કાપડિયા, પૂર્વ કચ્છ પત્રકાર સંઘ, કામલેશભાઈ પાટડીયા વગેરે તરફથી પૂરતો સાથ સહકાર મળ્યો હતો..
રૂડા અવસર પ્રસંગે રાજકોટ પ્રેસ મીડિયા જગતના શ્રી સંદીપભાઈ, પરેશભાઈ, ફિરોજભાઈ, મનીષભાઈ, તેજસભાઈ, રાજુભાઈ, મયુરભાઈ, પંકજભાઈ વગેરે મિત્રોએ હાજરી આપી નવદંપતીને શુભેચ્છા પાઠવી હતી.

આ આયોજનને સફળ બનાવવા મહેન્દ્ર આયલાણી, કરસનભાઈ રાઠોડ, કમલેશભાઈ પાટડીયા, શનિભાઈ રાઠોડ, વિક્રમભાઈ પરમાર, ફિરોઝભાઈ ચૌહાણ, ફેનીલભાઈ અમૃતિયા, રાજુભાઇ વાળા, વિનુભાઈ ચાવડા, રમેશભાઈ માંડવિયા, રસિકભાઈ દેવેરા, ભાવિકભાઈ કળસરિયા, અમરીશભાઈ જોશી, હિરેનભાઈ ટાંક, પરેશભાઈ મુલિયા વગેરેએ ભારે જહેમમ ઉઠાવી કાર્યક્રમને દીપાવ્યો હતો.

સમૂહ લગ્નના મુખ્ય આયોજક મહેન્દ્રભાઈ આયલાણીએ માહિતી આપતા સાથે સેવામાં સહકાર આપનાર તમામ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો
મહેન્દ્રભાઈ આયલાણી
મો. 82000 12906

 

Back to top button
error: Content is protected !!