ભરૂચ જિલ્લાના વિવિધ બોડી બિલ્ડિંગ જીમના 150થી સ્પર્ધકોમાંથી ભરૂચના પ્રતીક ઉર્ફે બીકે પટેલ મેન ફિઝિક્સ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન મિસ્ટર ભરૂચ

ભરૂચ જિલ્લામાં સાઉથ બોડી બિલ્ડીગ એસોસિએશન સાઉથ ગુજરાત દ્વારા બોડી બિલ્ડિંગ સ્પર્ધા યોજાય..


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં 9 તાલુકામાં ચાલી રહેલા જીમ બોડી બિલ્ડિંગ સ્પર્ધકો માટે અંકલેશ્વરમાં યોજાય અનોખી સ્પર્ધા.. પ્રથમ નંબર લાવનાર પ્રતિક ઉર્ફે બીકે 72 કલાક માત્ર હતા પ્રોટીન પર..
ભરૂચ જિલ્લામાં અનેક સ્પર્ધાઓના આયોજનો થતા હોય છે હાલમાં અંકલેશ્વર ખાતે બોડી બિલ્ડિંગ સ્પર્ધકો માટે સ્પર્ધા યોજાય જેમાં વિવિધ કેટેગરીમાં 150 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં સિનિયર મેન ફિઝિક્સ કેટેગરીમાં ભરૂચ જિલ્લાનું નામ ઓક્ટેન ફીટ સીટી જીમમાં તાલીમ લઈ રહેલા પ્રતિક ઉર્ફે બી.કે પટેલ મિસ્ટર ભરૂચનો ખીતાબ મેળવી ભરૂચનું નામ રોશન કર્યું છે
ભરૂચ જિલ્લામાં વર્ષ 2024ના અંતિમ માસ એટલે ડિસેમ્બરમાં અનેક સ્પર્ધાઓ ના આયોજનો થતા હોય છે અને છેલ્લા ઘણા સમયથી બોડી બિલ્ડીંગ એટલે કે જીમમાં તાલીમ લઈ રહેલા સ્પર્ધકો માટે પણ અનેક વખત સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે ગુજરાતમાં કાર્યરત સાઉથ બોડી બિલ્ડિંગ એસોસિએશન સાઉથ ગુજરાત દ્વારા બોડી બિલ્ડિંગ સ્પર્ધાનું આયોજન અંકલેશ્વરના એક હોલ ખાતે કરાયો હતું જેમાં ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં કાર્યરત જીમના સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં વિવિધ કેટેગરીમાં સ્પર્ધકોએ પોતાની કળા રજૂ કરી હતી જેમાં સિનિયર જુનિયર સહિતની કેટેગરીમાં ભરૂચ જિલ્લાના ઓકટેન ફીટ સીટી જીમમાં તાલીમ લઈ રહેલા પ્રતિક ઉર્ફે બી.કે પટેલનાઓએ 2024 – 25નો મિસ્ટર ભરૂચનો ખિતાબ જીતવા માટે છેલ્લા 72 કલાકની તેમની ફિટનેસ એટલે કે છેલ્લા 72 કલાકમાં માત્ર પ્રોટીન ઉપર રહી પાણી અને ખોરાકથી દૂર રહી સ્પર્ધામાં ભાગ લેતા તેઓએ પોતાની પોઝીગ રજૂ કરતા સિનિયર કેટેગરીમાં મેન ફિઝિક્સ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન મિસ્ટર ભરૂચનો ખિતાબ જીતી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે સાથે માત્ર ભરૂચ જિલ્લામાં જ નહીં પરંતુ પ્રતિક ઉર્ફે બી.કે પટેલ આગામી 26મી જાન્યુઆરીના રોજ અમદાવાદ ખાતે યોજાનાર મોડલિંગ મિસ્ટર ગુજરાતમાં પણ સિલેક્શન થતાં માત્ર ભરૂચ જિલ્લામાં જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ ભરૂચ જિલ્લાનું નામ ગુંજતું કરે તેવા એંધાણો પણ સ્પષ્ટ વર્તાય રહ્યા છે.



