
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૩૦ જાન્યુઆરી : ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ (એસ.કે.એ.ટી.) દ્વારા તા. ૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરીના દિવસે સફેદ રણ ધોરડો ખાતે શાનદાર એર-શૉનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય એર-શૉ દરમિયાન ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત સૂર્યકિરણ એરોબેટિક ટીમ સફેદ રણ ધોરડોના આકાશમાં વિવિધ હવાઈ કરતબ કરશે. આ ટીમ ભારતીય વાયુસેનાના પાયલટ કૌશલ્ય અને વાયુસેનાની ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. ભારતીય વાયુદળની પ્રસિદ્ધ (હોક) વિમાનવાળી સૂર્યકિરણ ટીમની સાથોસાથે સુખોઈ- ૩૦ અને જગુઆર વિમાન પણ આ શૉમાં ભાગ લેશે. આ એર શોને નિહાળવા તમામ જાહેર જનતાને અનુરોધ છે. નાગરિકોને વોચ ટાવર જતા રોડ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજ ખાતે પોતાનું સ્થાન બપોરે ૩.૩૦ કલાક પહેલા લઈ લેવા જણાવાયું છે.





