કાલોલ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત સાયબર ફ્રોડ નો ભોગ બનનાર ફરિયાદી ને પુરેપુરી રકમ પરત કરી

તારીખ ૦૨/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
તેરા તુજકો અર્પણ અંતર્ગત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સાયબર ફ્રોડ સબંધી ગુન્હાઓ બનતાં અટકાવવા અને બનેલા વણશોધાયેલ સાયબર ફ્રોડ નાં ગુન્હાઓ ડીટેક્ટ કરવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ હોય જે આધારે કાલોલ પોલીસ સ્ટેશન માં ૧૭/૧૦/૨૦૨૪ નાં રોજ અનડીટેકટ સાયબર ફ્રોડ નો ગુન્હો દાખલ થયેલ હોય જે સાયબર ફ્રોડ નાં વણશોધાયેલ ગુન્હા ને શોધી કાઢી આરોપી પકડી પાડી ગુન્હો ડીટેકટ કરવામાં આવેલ તેમજ આ બનાવ માં ફરીયાદી મેહુલકુમાર બાલમુકુન્દ શાહ રહે. ડેરોલ સ્ટેશન કાથા મીલની પાસે સ્ટેશન રોડ, ડેરોલ સ્ટેશન તા.કાલોલ જી.પંચમહાલ નાઓ નાં કુલ બે લાખ વીસ હજાર (૨,૨૦,૦૦૦) ની સંપૂર્ણ ૧૦૦% રકમ રીકવર કરી ગુન્હા નો ભેદ ઉકેલવામાં આવેલ જે રકમ ને આજરોજ તેરા તુજકો અર્પણ અંતર્ગત કાલોલ પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ નાઓનાં હસ્તે ફરીયાદી ને રોકડ રકમ પરત સોપવામાં આવેલ.





