હિંમતનગર જી.એમ.ઈ.આર.એસ હોસ્પિટલમાં ડૉ. વિપુલભાઈ જાની ઈન્ચાર્જ આર.એમ.ઓ તરીકે નિમાયા

અહેવાલ:- પ્રતિક ભોઈ
હિંમતનગર જી.એમ.ઈ.આર.એસ હોસ્પિટલમાં ડૉ. વિપુલભાઈ જાની ઈન્ચાર્જ આર.એમ.ઓ તરીકે નિમાયા
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલ જી.એમ.ઈ.આર.એસ હોસ્પિટલમાં આર.એમ.ઓ ડૉ. રીટાબેન સિન્હા નજીકના સમયમાં નિવૃત્ત થઈ રહ્યા છે. deren ચાર્જ હાલમાં ડૉ. વિપુલભાઈ જાનીને સોંપવામાં આવ્યો છે. તેમની ઈન્ચાર્જ આર.એમ.ઓ તરીકેની નિમણૂક થતા સમગ્ર હોસ્પિટલમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
ડૉ. વિપુલભાઈ જાની આરોગ્ય ક્ષેત્રે લાંબા સમયથી સેવા આપી રહ્યા છે. તેઓ હંમેશા આરોગ્ય સુખાકારી માટે કાર્યરત રહ્યા છે અને વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોમાં સક્રિય ભૂમિકા નિભાવી છે. હિંમતનગર જી.એમ.ઈ.આર.એસ હોસ્પિટલમાં પણ તેઓ વિવિધ મહત્વના ચાર્જો સંભાળી ચૂક્યા છે. દર્દીઓ માટે તેમનો હસમુખો ચહેરો આશીર્વાદ સમાન રહ્યો છે. 24×7 સેવા ભાવથી કાર્યરત રહી, તેમણે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે અટૂટ જોડાણ રાખ્યું છે.
આજરોજ, તા. 04/02/2025 ના રોજ ઈન્ચાર્જ આર.એમ.ઓ તરીકે નિમણૂક મળતા, સાબરકાંઠા જિલ્લાની જનતાએ તથા હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેમને હર્ષભેર શુભેચ્છાઓ પાઠવવામાં આવી. હોસ્પિટલના નિષ્ણાત તબીબો, તબીબો, ડી.એન.એસ પુષ્પાબેન, ટી.એ.એન.આઈ મેમ્બર જોષણાબેન ચૌધરી, એ.એન.એસ સ્ટાફ, ગવર્નમેન્ટ નર્સિંગ સ્ટાફ, જી.એમ.ઈ.આર.એસ નર્સિંગ સ્ટાફ અને વર્ગ-4 કર્મચારીઓ દ્વારા તેમને પુષ્પગુચ્છ અર્પણ કરીને શુભકામનાઓ પાઠવવામાં આવી.



