આજરોજ પ્રગતિ ગર્લ્સ હાઇસ્કુલ લીમખેડા ખાતે જિલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા જિલ્લાની વોકેશનલ શાળા સમગ્ર શિક્ષા અભિયાન માં સમાવિષ્ટ શાળા પ્રગતિ ગર્લ્સ હાઇસ્કુલ લીમખેડા ખાતે કેરિયરલક્ષી રોજગાર લક્ષી વ્યવસાયક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી બિનસરકારી નોકરી માટેની રહેલી તકો તેમજ વિદેશ અભ્યાસ રોજગાર પૂર્વ તૈયારી અંગે રોજગાર કચેરીની સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં અંદાજિત 350 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં શાળાના પ્રિન્સિપાલ તેમજ શાળાના સ્ટાફ વિદ્યાર્થીઓ સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં રોજગાર કચેરીથી આવેલાં સેલોત હિરલબબેહને સરસ માર્ગદર્શન આપી સેમિનાર અને પૂર્ણ કર્યો હતો..
સુરેશ પટેલ લીમખેડા