AHAVADANGGUJARAT

૧૦-કડમાળ ડાંગ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી-૨૦૨૫ મા ચૂંટણી નિરીક્ષક તરીકે સુ.શ્રી પી.એ. નિનામાની નિમણૂંક કરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્રારા તાજેતરમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાની સામાન્ય / મધ્યસ્થ/પેટા ચૂંટણીઓ યોજાનાર છે. જેમાં ડાંગ જિલ્લા પંચાયતની પ્રસંગોપાત ખાલી પડેલ ૧૦-કડમાળ જિલ્લા પંચાયત મતદાર વિભાગની ચૂંટણી તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજાનાર છે. જે પેટા ચૂંટણીના સરળ સંચાલન માટે તથા ચૂંટણી નિષ્પક્ષ, મુક્ત અને ન્યાયીક પૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી નિરીક્ષક તરીકે સુ.શ્રી.પી.એ. નિનામા, ડેપ્યુટી કમિશ્નરશ્રી, ગ્રામ વિકાસ કમિશ્નરશ્રીની કચેરી,ગાંધીનગરની નિમણૂક કરાયેલ છે. ૧૦-કડમાળ ડાંગ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી પર દેખરેખ રાખવા માટે અધિકારીશ્રીની નિમણૂંક કરાયેલ હોઈ, આ મતદાર વિસ્તારના મતદાતાઓએ કોઇ પણ ચૂંટણીલક્ષી ફરીયાદ કરવાની હોઇ તો તેઓનો સંપર્ક નંબર ૯૯૭૯૫૦૧૨૫૯ અને તેઓનું રહેઠાણ: માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) ના રેસ્ટ હાઉસ છે. જેથી મતદાતાઓ ચૂંટણી નિરીક્ષકશ્રીનો સંપર્ક સાધી શકે છે.

Back to top button
error: Content is protected !!