
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૦૬ ફેબ્રુઆરી : સરકારશ્રીના મહેસૂલ વિભાગ, ગાંધીનગરના તા.૦૬/૦૩/૨૦૧૨ વાળા ઠરાવથી કલેક્ટર કચેરી, કચ્છ-ભુજ ખાતે ૧૧ (અગિયાર) માસની મુદ્દત માટે કરાર આધારિત કાયદા સલાહકારશ્રીની ૧ (એક) જગ્યા (પગાર રૂ.૬૦,૦૦૦/- ફિક્સ પ્રતિ માસ) માટે તારીખ ૨૩/૧૨/૨૦૨૪ના પત્રથી જાહેરાત બહાર પાડવામાં આવી હતી. સરકારશ્રીના મહેસૂલ વિભાગ ગાંધીનગરના તા.૦૯/૦૧/૨૦૨૫ના ઠરાવથી તમામ ૩૩ જિલ્લાઓની કલેક્ટર કચેરી ખાતે ઉભી કરવામાં આવેલ કરાર આધારિત કાયદા સલાહકારની કુલ-૩૩ જગ્યાઓ પર તા.૦૧/૦૨/૨૦૨૫ થી વધુ ૧૧ માસ સુધી કરાર આધારિત સેવાઓ મેળવવાની મંજૂરી મળેલી હોય જેથી આ માટે પ્રસિદ્ધ કરાયેલી જાહેરાત રદ કરવામાં છે. કરારીય સમયપૂર્ણ થયા બાદ નવેસરથી જાહેરાત માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા દ્વારા જણાવાયું છે.



