GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
જેલી ગામની સીમમાં એગ્રિકલ્ચરની ૧૧ હજાર કેવી લાઈનના ૧૦ વીજ થાંભલાઓ ઉપરના વીજવાયરોની ચોરી

તારીખ ૦૮/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના જેલી ગામની સીમમાં સણસોલી ફીડર તરફ જતી એગ્રીકલ્ચની ૧૧ હજાર ચાલુ વીજ લાઈન પરના ૧૦ જેટલા થાંભલાઓ ઉપરના વીજ વાયરો અજાણ્યા શખ્સોએ કાપીને ચોરી કરી ફરાર થઇ જતાં કાલોલ એમજીવીસીએલ ના નાયબ ઇજનેર દ્વારા પોલીસ સ્ટેશનમાં નોધાવી ફરિયાદ પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના જેલી સીમમાં સણસોલી ફીડર તરફ જતી ખેતીવાડી માટે વીજ પુરવઠો પૂરો પાડતી ૧૧ હજાર ચાલુ વીજ લાઈન પરના ૧૦ જેટલા થાંભલાઓ વચ્ચેના દશ ગાળાના પચાસ મીટરના આશરે લંબાઈ ના દોઢેક કીલોમીટર આશરે જેની કિંમત ૪૭ હજાર વીજ વાયરો અજાણ્યા શખ્સોએ કાપીને ચોરી કરી ફરાર થઇ જતાં જેની ફરિયાદ એમજીવીસીએલ ના નાયબ ઇજનેર અનિશભાઇ ત્રિવેદી દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.






