સુરેન્દ્રનગર જીલ્લામાં કટુડા ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ડ્રગ્સથી દૂર રહો સંબંધિત સેમિનાર યોજાયો હતો.

તા.08/02/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સાબરમતી મધ્યસ્થ જેલના નિવૃત્ત જેલર વર્ગ-2 શ્રી એમ.એમ.દવે દ્વારા કટુડાની ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે સાયબર ક્રાઇમ અને ડ્રગ્સ થી દુર રહો વિષય સંબંધિત સેમીનાર યોજાયો હતો સ્કૂલના આચાર્ય ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા મુખ્ય વક્તા જેલરશ્રી દવેનું ફૂલહાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેલરશ્રી દવે દ્વારા તેમના વિશાળ અનુભવના આધારે વિદ્યાર્થીઓ સમક્ષ સાયબર ક્રાઇમ, ડ્રગ્સથી દુર રહો અને સખત સ્માર્ટ હાર્ડ વર્ક કરી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી સુંદર લાઇફ બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ ત્યારે આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો જેલર શ્રી દવે રાજ્યની ઘણી સ્કૂલોમાં જઈને આશરે 20 થી 25 હજાર જેટલા વિદ્યાર્થીઓ સમક્ષ ડ્રગ્સ વિરોધી અભિયાન એટલે કે ક્રાઇમ અવેરનેસ જાગૃતિ વિષય ઉપર ઉદબોધન કરી ચૂક્યા છે ત્યારે બહુ મોટી સફળતા મળી રહી છે શ્રી દવે લાખો વિદ્યાર્થી યુવાનો સુધી પહોંચી આ નિશુલ્ક સેવા કરી રહ્યા છે સરકાર કક્ષાએ અને જાગૃત મીડિયા દ્વારા પણ વારંવાર જેની નોંધ લેવામાં આવે છે જેના લીધે દવેની આવી સેવાકીય અને સરાહનીય પ્રવૃત્તિને વેગ મળે છે અને ઉત્સાહમાં વધારો થાય છે.





