NATIONAL

દિલ્હીમાં પણ ડબલ એન્જિનવાળી સરકાર બનશે, આમ આદમી પાર્ટીની કારમી હાર !

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થતા દેખાઈ રહ્યા છે. દિલ્લીની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 27 વર્ષ બાદ શાનદાર વાપસી કરી રહ્યું છે. આ પહેલાં, 1993માં ભાજપે દિલ્હીમાં સરકાર બનાવી હતી. આટલા વર્ષોમાં પહેલા કોંગ્રેસ અને બાદમાં આમ આદમી પાર્ટીનો દબદબો રહ્યો હતો. જો કે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર કમબેક કર્યું છે, આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીમાં ભાજપની સરકાર બની રહી છે. 27 વર્ષ પછી ભાજપની જીત થઈ,

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની પ્રચંડ બહુમતી સાથે જીત જોવા મળી છે. આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે. AAPના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ, તો જંગપુરામાંથી મનિષ સિસોદિયા ચૂંટણીની જંગ હાર્યા છે. કોંગ્રેસ આ વખતે પણ ખાતું ખોલાવી શકી નથી. દિલ્હીમાં 1993 બાદ પ્રથમ વખત ભાજપ જીતી છે. અરવિંદ કેજરીવાલ 2013થી દિલ્હીમાં શાસન કરી રહ્યા હતા.

પ્રધાનમંત્રી મોદીએ દિલ્હી વિધાનસભામાં ભાજપને મળેલી જીત પર ખુશી વ્યક્ત કરી હતી. ભાજપની જીત બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે લોકશક્તિ સર્વોપરી છે!’ વિકાસ જીત્યો, સુશાસન જીત્યું… ભાજપને ઐતિહાસિક જીત અપાવવા બદલ દિલ્હીના મારા બધા ભાઈઓ અને બહેનોને મારા સલામ અને અભિનંદન. દિલ્હીના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા અને તેના લોકોનું જીવન વધુ સારું બનાવવા માટે અમે કોઈ કસર છોડીશું નહીં, આ અમારી ગેરંટી છે. દિલ્હી વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે. મને મારા બધા ભાજપ કાર્યકરો પર ખૂબ ગર્વ છે જેમણે આ પ્રચંડ જનાદેશ માટે દિવસ-રાત મહેનત કરી. હવે અમે દિલ્હીના લોકોની સેવા કરવા માટે વધુ મજબૂતીથી સમર્પિત રહીશું.

દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામોમાં ભાજપને 48 બેઠકો મળી છે. બહુમતીનો આંકડો 36 છે. ભાજપ હવે પોતાના દમ પર સરકાર રચશે.

દિલ્હી ચૂંટણીમાં કેજરીવાલના પરાજય બાદ ઉપરાજ્યપાલ ઓફિસ દ્વારા એક મોટું એક્શ લેવાયું હતું. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સચિવાલય સિલ કરી દેવાનો આદેશ અપાયો હતો તથા અધિકારીઓને તાબડતોબ ત્યાં પહોંચવાનો આદેશ અપાયો હતો. દિલ્હી સરકારના સામાન્ય વહિવટીય વિભાગ દ્વારા જારી આદેશમાં આવું કહેવામાં આવ્યું હતું. નોટીસમાં એવું કહેવામાં આવ્યું કે સુરક્ષાને કારણે તથા સરકારી રેકોર્ડ્સને સુરક્ષિત રાખવા માટે આવો નિર્ણય કર્યો હતો. સાથે તમામ અધિકારીઓને તાબડતોબ સચિવાલય પહોંચીને સરકારી રેકોર્ડ્સ, કમ્પ્યુટર સહિતના બીજા ઉપકરણોને પોતાના કબજામાં લઈ લેવાનું જણાવાયું હતું.

ભાજપનો 27 વર્ષનો વનવાસ પૂરો થયો અને તેને ફરીથી દિલ્હી પર શાસન કરવાની તક મળશે. જયારે કોંગ્રેસ પણ સત્તામાં આવવામાં સખત પ્રયાસ કર્યો. તેમજ આમ આદમી પાર્ટી પણ સતત ચોથી વખત સરકારમાં આવવાનો રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો. દિલ્હીના ઇતિહાસમાં કોંગ્રેસના શીલા દીક્ષિત સૌથી લાંબા સમય સુધી એટલે કે 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે સેવા આપવાનો રેકોર્ડ ધરાવે છે. તે પછી બીજા નંબર પર અરવિંદ કેજરીવાલ છે. તેઓ લગભગ 11 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા.

Back to top button
error: Content is protected !!