ARAVALLIGUJARATMEGHRAJ

ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પંચાલ ત્રણ રસ્તા વાહન ચેકીંગ દરમ્યાન કેબલ વાયર ચોરી કરનાર આરોપીઓ ઝડપાયા 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પંચાલ ત્રણ રસ્તા વાહન ચેકીંગ દરમ્યાન કેબલ વાયર ચોરી કરનાર આરોપીઓ ઝડપાયા

ઇસરી પોલિસ સ્ટેશનના પો.ઇન્સ. એચ.આર ડામોર સાહેબ નાઓના જરૂરી માર્ગદર્શન તેમજ સુચનાથી પોલીસ સ્ટાફના માણસો સાથે ઇસરી પોલીસ સ્ટેશન ગુ.૨ન-૧૧૧૮૮૦૦૫૨૫૦૦૫૨/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબના કામે પંચાલ ત્રણ રસ્તા વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન એક ઇસમ નામે રમેશભાઇ ઉર્ફે બાલુભાઈ સાજાભાઈ તબીયાડ ઉ.વ. ૩૦ રહે-તબીયાડ ફળી પંચાલ તા.મેઘરજ જી.અરવલ્લીનાઓ એક પ્લાસ્ટીકની થેલીમાં કેબલ વાયર વેચાણ કરવા માટે જતો હોય તે મુજબની બાતમી મળતા પંચાલ ત્રણ રસ્તા મુકામેથી કોર્ડન કરી ઝડપી પાડવામાં આવેલ તેની સાથે કેબલ ચોરી કરનાર (૧) જયંતીભાઈ જીવાભાઈ તબીયાડ ઉ.વ.૨૫ (૨) નિખીલભાઈ કમજીભાઈ તબીયાડ ઉ.વ.૧૯ બન્ને રહે. તબીયાડ ફળી પંચાલ તા.મેઘરજ જી.અરવલ્લીનાઓએ સાથે મળી ચોરી કરેલ હોય જે ગુન્હાના આરોપીઓને પકડી પાડવામાં ઇસરી પોલીસને સફળતા મળેલ છે

પકડાયેલ આરોપી –

(૧)રમેશભાઈ ઉર્ફે બાલુભાઈ સાજાભાઈ તબીયાડ ઉ.વ.૩૦ (૨) જયંતીભાઈ જીવાભાઈ તબીયાડ ઉ.વ.૨૫ (૩) નિખીલભાઈ કમજીભાઈ તબીયાડ ઉ.વ.૧૯ બન્ને રહે-તબીયાડ ફળી પંચાલ તા.મેઘરજ જી.અરવલ્લી

Back to top button
error: Content is protected !!