MAHISAGARSANTRAMPUR

પરીક્ષા પે ચર્ચા લાઈવ પ્રસારણ સંતરામપુર ની મુરલીધર વિદ્યાલયમાં સૌએ નિહાળ્યું.

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

‘પરીક્ષા પે ચર્ચા’ની આઠમી કડી અંતર્ગત મહીસાગર જિલ્લાની ૮૧૭ શાળાના ૮૧ હજારથી વધુ વિધાર્થીઓએ વડાપ્રધાનશ્રીના સંવાદનું પ્રસારણ નિહાળ્યું પ્રેરક માર્ગ દર્શન મેળવ્યું

અમીન કોઠારી મહીસાગર

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરે ‘પરીક્ષા પે ચર્ચા-૨૦૨૫’ અંતર્ગત મહીસાગરની શ્રી મુરલીધર વિદ્યાલયના વિદ્યાર્થીઓને તનાવ મુક્ત રહીને અને પરિક્ષા નો ડર છોડીને પરિક્ષા આપવા અનુરોધ કર્યો

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પરીક્ષા પે ચર્ચા’ની આઠમી કડી અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે કરેલા રાષ્ટ્ર વ્યાપી સંવાદનું પ્રસારણ મહીસાગર જિલ્લાની શાળાઓમાં પણ કરવામાં આવ્યું હતું. જિલ્લાની ૮૧૭ શાળાના ૮૧ હજારથી વધુ વિધાર્થીઓ શિક્ષકો, વાલીઓએ વડાપ્રધાનના સંવાદનું પ્રસારણ નિહાળ્યું પ્રેરક માર્ગદર્શન મેળવ્યું હતું. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ‘પરીક્ષા પે ચર્ચા-૨૦૨૫’ અંતર્ગત મહીસાગર જિલ્લાના સંતરામપુરની શ્રી મુરલીધર વિદ્યાલય ખાતે આ કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું તેમજ વિદ્યાર્થીઓ,શિક્ષકો અને વાલીઓ સાથે અર્થસભર સંવાદ સાધ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને તનાવ મુક્ત રહીને અને પરિક્ષાનો ડર છોડીને પરિક્ષા આપવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં શ્રી મુરલીધર વિદ્યાલયની ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી ડામોર હર્ષિકાની દિલ્લી ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પસંદગી થઈ હતી તેને શિક્ષણમંત્રીશ્રીના હસ્તે પ્રોત્સાહક ઈનામ તેમજ મેડલ આપી સન્માન કરાયું હતું સાથે સાથે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના તેજસ્વી તારલાઓને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

આ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે ‘પરીક્ષા પે ચર્ચા’ની આ આઠમી શ્રેણી છે.’પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ આજે દેશ અને દુનિયામાં જાણીતો બન્યો છે. લાખો વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દેશ અને દુનિયાને નવો રાહ ચીંધી રહ્યા છે. ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાને લઈને દરેક વિદ્યાર્થીઓમાં તણાવ કે પછી સફળતા અને નિષ્ફળતાનો ભય રહેતો હોય છે. આ જ તણાવ અને ભયને દૂર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ના માધ્યમથી દરેક સમસ્યાને હળવી બનાવી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે, તેમાં યુવા પેઢીનો મહત્વનો ફાળો રહેવાનો છે તેની ભૂમિકા આપતા તેમણે વિદ્યાર્થીઓ વિકસિત ગુજરાત થી વિકસિત ભારત માટે સહભાગી થાય એવી અપીલ પણ શિક્ષણમંત્રીશ્રીએ કરી હતી.

આ પ્રસંગે દરેક વિધાર્થીએ પોતાના જીવનકાળમાં એકવાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત ‘એકઝામ વોરિયર’ પુસ્તક એકવાર અવશ્ય વાંચવું જોઈએ. આ પુસ્તકમાં બોર્ડની એક્ઝામને લઈને વિદ્યાર્થીઓનાં મનમાં ઊભા થતા દરેક સવાલોના જવાબ મળશે તેમ જણાવાયું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નૈલેશ મુનિયા, આચાર્ય સંઘ અધ્યક્ષશ્રી જેપી પટેલ, ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!