ઝઘડીયા તાલુકાના રાજપારડી ડી.પી શાહ વિદ્યામંદિર પ્રાથમિક વિભાગમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી




ભારત દેશ સંસ્કૃતિ અને વિવિધતા અને એકતા નો દેશ છે. વર્ષો થી ચાલી આવતી પ્રણાલી ને દેશ ના લોકો એ સાચવી રાખી છે.. એક ભારત દેશ એવો છે જે ભારત વર્ષ મા આવતા વિવિધ તહેવારો ને ઉમંગ થી ઉજવે છે.. હિન્દુ ઓનો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ…. શ્રાવણ માસ એટલે તહેવારો નો માસ…. એમાં પણ પુનમ નો દિવસ એટલે ભાઈ બહેન ના પ્રેમ નો દિવસ એટલે રક્ષાબંધન.રક્ષાબંધન આવતા ની સાથે આજ રોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપરાડી ગામે ડી.પી શાહ વિદ્યામંદિર ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળા ના આચાર્ય ચિંતેશ શાહ તથા, સ્ટાફ મિત્રો તથા શાળા ના તમામ બાળકો શિશુ ૧-૨ થી લઈ ધોરણ ૧ થી ૮ સુધી ના ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહ થી ભાગ લીધો હતો અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી ઉપરાંત રાખડી બનાવવાની સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો અને સારી રાખડી બનાવનારને એક થી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા જેમાં પ્રથમ ક્રમે ધોરણ સાતમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વસાવા માન્યતા બીજા ક્રમે ધોરણ પાંચમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ખત્રી માહેનૂર અને ત્રીજા ક્રમે ધોરણ ચારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ખત્રી સુહાના આવી હતી જેમને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
ઈરફાન ખત્રી
રાજપારડી




