GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના પીંગળી ગામે કુળદેવી શ્રી ક્ષેમકલ્યાણી માતાજી નો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરાઇ

 

તારીખ ૧૧/૦૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના મેવાસી સ્ટેટ ગણાતું પીંગળી ગામ ની તળાવની પાળ ઉપર શ્રી ક્ષેમકલ્યાણી માતાજી નું મંદિરનું નિર્માણ પૂર્ણ થતાં નવનિર્માણ મંદિરના નિજગૃહમાં શ્રી ક્ષેમકલ્યાણી માતાજી, શ્રી ગણપતિ દાદા, શ્રી હનુમાન દાદા, શ્રી ગોરા ભૈરવ દાદા, શ્રી કાળા ભૈરવ દાદા અને સિહ ની મૂર્તિઓ નો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આનંદ ઉત્સાહ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી.સમસ્ત સોલંકી રાજપૂત પરિવાર અને નવ યુવા સંગઠન મિત્રો અને વડીલો દ્વારા શ્રી ક્ષેમકલ્યાણી માતાજી ની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પ્રથમ દિવસે માતાજીની સમગ્ર ગામમાં ડીજે સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને નાના બાળકો મહિલાઓ સહિત નવયુવાનો ડીજે ના તાલે જુમી ઉઠ્યા હતાઅને આખું ગામ માતાજી ના ગીતો અને ભજનો થી આખું ગામ ભક્તિમય બન્યું હતું.બીજા દિવસે યજ્ઞ શાળા પ્રવેશ અને ત્રીજા દિવસે વિધિ વત માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું અનુશાશન પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું આ ત્રણેય દિવસ દરમિયાન માતાજીના ગરબા નું પણ આયોજન કરવામાં આવ્યું હતુંઅને માતાજી નો મહાપ્રસાદ નું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!