GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ નગરપાલિકાના સાત વોર્ડના ઇવીએમ મશીનોની ઉમેદવારોની ઉપસ્થિતિમાં તપાસ કરી સ્ટ્રોંગ રૂમમાં શીલ કર્યાં.

તારીખ ૧૧/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકાની આગામી ચુંટણી માટે કાલોલ ની એમ એમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ઈવીએમ સિલીંગ ની કામગીરી શરૂ કરાઈ હતી જેમાં ચુંટણી અધિકારી અને નાયબ કલેક્ટર પ્રાંત એન બી મોદી તથા મદદનીશ ચુંટણી અધિકારી અને કાલોલ મામલતદાર વાય.જે.પુવાર તથા મામલતદાર કચેરી સ્ટાફ ઝોનલ ઓફીસર નાયબ ઝોનલ સહિત સ્ટાફ દ્વારા મતદાન માટે ઉપયોગ મા લેવાનાર ઈવીએમ મશીન અને કન્ટ્રોલ યુનિટ ની સિલીંગ કામગીરી ઉમેદવારોની હાજરીમાં કરવામાં આવી હતી.ત્યારબાદ ઉમેદવારો અને ટેકેદારોની ઉપસ્થિતિમાં બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટને સીલ કર્યા બાદ સ્ટ્રોંગ રૂમમાં મૂકી સ્ટ્રોંગ રૂમને સીલ કરવામાં આવેલ.






