GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું લોગ ઇન ચાલુ થતાં દાખલાઓની કામગીરી માટે ભીડ

મહાપાલિકામાં એક માસ બાદ કામગીરી શરૂ કરાઈ

તા.11/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મહાપાલિકામાં એક માસ બાદ કામગીરી શરૂ કરાઈ
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા જાહેર થયા બાદ નગરપાલિકામાંથી મહાનગર પાલિકાના કામો માટે અપગ્રેડ કામગીરી હજુ બાકી હોવાથી જનસેવા કેન્દ્રના કામો અટવાયા હતા જેમાં હાલ નવા લોગઇન આવતા વિવિધ નોંધણી દાખલા સહિતના કામો નવા લોગઇન આવે ત્યારે શરૂ થયા છે ત્યારે જનસેવા કેન્દ્ર પર લાઇનો લાગી હતી સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત પાલિકાને નવા વર્ષના પ્રથમ દિવસે સુરેન્દ્રનગર મહાનગર પાલિકા જાહેર થઇ હતી ત્યારે જૂની નગર પાલિકાના કામો જે ઓનલાઇન જનસેવા કેન્દ્રમાં થતા હતા તે કામોને પણ થોડો સમય અસર થઇ રહી છે સુરેન્દ્રનગર મહાનગર પાલિકા કચેરીમા જનસેવા કેન્દ્ર આવેલું છે જ્યાં જન્મ મરણની નોંધણી, લગ્નની નોંધણી, વિવિધ દાખલાઓ, કર વસૂલાત સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે આ કામગીરી સંયુક્ત પાલિકાના ચીફ ઓફિસર અને અન્ય અધિકારીના ઓનલાઇન લોગઇન પર કામગીરી થઇ રહી હતી ત્યારે મહાનગર પાલિકા જાહેર થયા બાદ નવા અધિકારીઓના લોગઇન ન આવતા કામગીરી અટવાઇ હતી ત્યારે નવા અધિકારીઓના ઓનલાઇન લોગઇન આવતા અરજીઓ જન્મ મરણ તથા લગ્ન નોંધણી, વેરા, દાખલા સહિતની કામગીરી શરૂ થઇ છે આમ અંદાજે એક માસ બાદ કામગીરી ચાલુ થતા જનસેવા કેન્દ્રમાં લોકોની લાઇનો લાગી હતી.

Back to top button
error: Content is protected !!