
રાજપીપળામાં સરકારી કચેરીઓ બહાર પોલીસની ટ્રાફિક ડ્રાઇવ
હેલ્મેટ વિના બાઇક ચલાવી સરકારી કચેરીમાં આવતા સરકારી બાબુઓ દંડાયા
રાજપીપળા : જુનેદ ખત્રી
ગુજરાત સરકારના પરિપત્ર મુજબ તમામ સરકારી કર્મચારીઓ ને ફરજિયાત હેલ્મેટ પહેરીને આવવા હુકમ કરવામાં આવ્યો છે ત્યારે આજે નર્મદા પોલીસ દ્વારા રાજપીપળાની તમામ સરકારી કચેરીઓ બહાર ટ્રાફિકની સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી હતી
આ ડ્રાઇવમાં સરકારી કચેરીમાં વિના હેલ્મેટ બાઇક ચલાવી આવતા તેમજ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોને તેમજ સરકારી કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો
સમગ્ર મામલે નર્મદા જિલ્લાના એએસપી લોકેશ યાદવે જણાવ્યું હતું કે આજે સરકારની સૂચના મુજબ રાજપીપળામાં સરકારી કચેરી બહાર વિશેષ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરાયું હતું જેમાં હેલ્મેટ પહેરીને આવતા કર્મચારીઓને પ્રોત્સાહિત કરાયા હતા અને હેલ્મેટ વિના આવતા કર્મચારીઓને સામે કાર્યવાહી પણ કરાય છે જેનો ઉદેશ્ય એ છે કે સરકારી કર્મચારી સામાન્ય નાગરિકો માટે રોલ મોડલ બને અને સામાન્ય નાગરિકોની જેમ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે છે ઉપરાંત નાગરિકોની સલામતી અને નાગરિકો માટે ટ્રાફિક નિયમનની જાગૃતતા એ મુખ્ય ઉદ્દેશ છે




