AHAVADANGGUJARAT

Dang: સુબિર તાલુકાની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, તાલુકા સદસ્ય સહિત અનેક આગેવાનો ભાજપમાં જોડાયાં

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં કોંગ્રેસનો ગઢ ગણાતા સુબીર તાલુકામાં પેટા ચૂંટણી પહેલા ગાબડું પડતા ભાજપ વધુ મજબૂત બન્યુ છે.તાજેતરમાં ગુજરાત રાજ્ય ચૂંટણીપંચે નગરપાલિકા અને કેટલીક તાલુકા પંચાયતો સહિત મહાનગરપાલિકા ચૂંટણીની જાહેરાત કરી છે ત્યારે ચૂંટણીઓની જાહેરાત થતાની સાથે જ રાજ્યમાં ફરી એક વાર રાજકીય ચર્ચાનો દોર જામ્યો છે.ત્યારે ડાંગ જિલ્લામાં પણ પેટા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સહિત અન્ય પાર્ટીઓનો મિટિંગનો દોર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે હાલ ડાંગના સુબિર તાલુકાના રાજકારણમાં કોંગ્રેસ તરફથી વધુ એક આંચકો આપવામાં આવતાં કોંગી છાવણીમાં સન્નાટો છવાઈ ગયો છે. ડાંગ જીલ્લાનાં સુબીર તાલુકાની પેટા ચૂંટણી પુર્વે કડમાળ સીટના તાલુકા સદસ્ય હીરાબેન નવલસીંગભાઈ પવાર તથા તેમના આગેવાનો નવલસીંગભાઈ ગનાભાઈ પવાર, ઉંમરસીંગભાઈ ફુલુભાઈ પવાર, સીતુંબેન ઉંમરસીંગભાઈ પવાર, શિવાભાઈ ગમજુભાઈ ગાંગડા, કૈલાશભાઈ કાંકડ્યાભાઈ પવાર, મુળજીભાઈ કાળુભાઇ ગાંગડા, ઈશ્વરભાઈ સોનિરાવભાઈ પવાર, સુરેશભાઈ સોમાભાઈ ગાયકવાડ, મંગુભાઈ કાળાભાઈ ગાયકવાડ કોંગ્રેસપક્ષ છોડી ભારતીય જનતા પાર્ટીમા કાર્યકર્તાઓ સાથે જોડાતાં ડાંગ પ્રભારી રાજેશભાઈ દેસાઈ, ડાંગ ધારાસભ્ય વિજયભાઇ પટેલ, ડાંગ સંગઠન પ્રમુખ કિશોરભાઈ ગાવિત, ભાજપ સંગઠન મહામંત્રી રાજેશભાઈ ગામીત,હરિરામ સાંવત,ભાજપ સંગઠનના ઉપ પ્રમુખ ધર્મેશ પટેલ, રંજીતાબેન પટેલ સહિત ભાજપના હોદ્દેદારોના હસ્તે ખેશ પહેરીને વિધિવત ભાજપમાં જોડાતા ડાંગ ના રાજકારણ માં ખળભળાત મચી જવા પામ્યો છે. કોંગ્રેસનો ગઢ ગણાતા સુબીર તાલુકામાં ચૂંટણી પહેલા ગાબડું પડતા ભાજપ વધુ મજબૂત બન્યુ છે.

Back to top button
error: Content is protected !!