
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
છેલ્લા કેટલાય સમયથી મેઘરજ ના કુણોલ ગામે પીવાનું પાણી ગંદુ આવતા હોવાની બૂમો ઉઠી છે આજરોજ કુણોલ ગ્રામજનો એ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે ગટર લાઈનનું પાણી ઘર વપરાશના પાઇપલાઇનમાં જતું હોવાનું હાલ અનુમાન કરવામાં આવે છે તેમજ પંચાયતની પાઇપલાઇન અને ગટર લાઇનનું પાણી ભેગું થઈ ગયું છે જેના કારણે પાણી ગંદુ આવે છે પીવાના પાણીની પાઇપલાઇન અને ગટર લાઇનની પાઇપ તૂટતા આ પરિસ્થિતિ સર્જાઈ છે તેમ ગ્રામજને જણાવ્યું હતું બીજી તરફ ગંદા પાણીના કારણે બાળકો બીમાર પડ્યા હોવાના પણ આક્ષેપો થયા છે આ બાબતે કુણોલ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન નથી દોરતું તેવું ગ્રામજનો એ જણાવ્યું હતું ત્યારે હાલ કુણાલ ગામના ગામજનોની એક જ માંગ સેવાઈ રહી છે કે ઝડપથી પાઇપલાઇન સરખી કરવામાં આવે અને શુદ્ધ પાણી મળે તેવી માંગ સેવાય રહી છે.





