ધોધંબા ગામના એટ્રોસિટી એક્ટ ના બન્ને આરોપીઓને હાલોલ કોર્ટે નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ કર્યો

તારીખ ૧૫/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પાલ્લા રાજગઢ ના સંજય કનુભાઈ દ્વારા ધોધંબા ના રમણભાઈ ઉદેસિંહ અને અર્જુનભાઈ ઉર્ફે દેવાભાઈ રમણભાઈ ઉપર રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી જણાવેલ કે ગત તા ૩૦/૧૦/૨૩ ના રોજ ફરિયાદી દવા સારવાર કરાવી પોતાના ઘરે જવા માટે અલ્ટો કારમાં નીકળ્યા હતા ત્યારે પથરીની બીમારી ને કારણે ધોધંબા નાગરીક બેંક ની નીચે જુના બસ સ્ટેન્ડ પાસે પેશાબ કરવા માટે ઊભા હતા ત્યારે હોટલના માલીક રમણભાઈ આવેલ અને અહીંયા પેશાબ કરવાની જગ્યા થોડી છે તેમ કહી બોલાચાલી કરી ઝઘડો કરી ચાર પાંચ ઝાપટ મારી દીધી હતી તેમનો છોકરો અર્જુનભાઈ આવેલ અને ગંદી ગાળો બોલી જાતી વિષયક અપમાન કરી સાલાઓ અહીંયાથી જતા રહો નહી તો જાન થી મારી નાખીશું તેવી ધમકીઓ આપતા ફરીયાદ નોંધાવી હતી જે કેસ હાલોલ ના બીજા સ્પેશ્યલ જજ (એટ્રોસીટી ) એસ સી ગાંધી ની કોર્ટમાં ચાલી જતા આરોપીઓ તરફે એડવોકેટ વી એચ ગોહિલ હાજર રહી દલીલો કરી હતી બનાવ બાદ ફરીયાદ ૧૫ દિવસ પછી કરવામાં આવી હતી. ઉલટ તપાસમાં સાહેદો એ બનાવ નજરે જોયો હોવાની હકીકત ને સમર્થન આપ્યું નથી. સીસીટીવી ફૂટેજ માં પણ બનાવની હકીકત ને સમર્થન મળ્યુ નથી. બનાવના દિવસે ફરિયાદી સંજયભાઈ એ અભદ્ર ઈશારા કરી મહિલાની છેડતી કરી હોવાની વિગતે ફરિયાદ આપી હોવાનું બહાર આવ્યુ હતુ. જે આધારે બચાવ પક્ષના એડવોકેટ વી એચ ગોહિલ ની દલીલો અને રેકર્ડ પરના પૂરાવા ધ્યાને લઈને હાલોલના સ્પેશ્યલ જજ ( એટ્રોસીટી) દ્વારા ફરિયાદ પક્ષ ની સામે કોઈ પુરાવા ન હોય પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ આપ્યો છે.






