MORBI:મોરબી મહાનગરપાલિકા વેરો નહીં ભરતા મિલકત સીલ કરવામાં આવી

MORBI:મોરબી મહાનગરપાલિકા વેરો નહીં ભરતા મિલકત સીલ કરવામાં આવી
મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા વેરા રિકવરી ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે આજે માર્કેટિંગ યાર્ડની એક પેઢીએ વેરો ન ભરતા તેની મિલકત સિલ કરવામાં આવી છે. આ વેળાએ મ્યુનિસિપલ કમિશનર પણ ફિલ્ડમાં હાજર રહ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર મહાપાલિકા દ્વારા બાકી વેરામાંથી રૂ. 14 કરોડની વસુલાત ક૨ી દેવામાં આવી છે. હજુ પણ રૂ.1 લાખથી વધુ વેરો બાકી હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં 5 પેઢીનો રૂ.1 લાખથી વધુનો વેરો બાકી હોય મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ અને મહાપાલિકાનો સ્ટાફ માર્કેટીંગ યાર્ડ ખાતે પહોંચ્યો હતો. જ્યાં ત્રણ પેઢીએ વેરાની રકમ ભરી દેતા તે કાર્યવાહીથી બચી ગઈ હતી. જ્યારે એક પેઢીએ બાહેંધરી આપી હતી.. જેથી મિલકતને લોક મારી દેવાયો છે. વિનય માર્કેટિંગ નામની પેઢીને સિલ કરવાની કાર્યવાહી કરાઈ છે.મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેએ જણાવ્યું કે છેલ્લા ત્રણ ચાર અઠવાડિયાથી વેરા રિકવરી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. રૂ.1 લાખથી વધુનો વેરો બાકી છે તેમને ડિમાન્ડ નોટિસ અપાઈ છે. જેને 7 દિવસ થઈ ગયા પછી પણ રકમ જમા ન થાય તો સિલિંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એપીએમસીમાં 5 દુકાનો છે જેનો એક લાખથી વધુ વેરો બાકી છે. એક દુકાને વેરો ન ભરતા તેને સિલ કરાઈ છે.






