ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત ઓપનએજ ગૃપ બહેનીની હોકી સ્પર્ધાનું આયોજન કરાયું

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્રભાઇ

અરવલ્લી જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત ઓપનએજ ગૃપ બહેનીની હોકી સ્પર્ધાનું આયોજન કરાયું

ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત મધ્યઝોન કક્ષાની ઓપનએજ ગૃપ બહેનીની હોકી સ્પર્ધાનું આયોજન જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અરવલ્લી દ્રારા તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ  જે.બી.શાહ ઇ.મી. સ્કુલ, મોડાસા ખાતે કરવામાં આવ્યુ.જેમાં મધ્યઝોન કક્ષાના ૯ જિલ્લાની ટીમોએ ભાગ લીધો, પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા થનાર ટીમો રાજ્યકક્ષાએ રમવા જશે.

કાર્યક્રમમાં મહેમાન માન.કલેકટર, અરવલ્લી, પ્રમુખ મ.લા.ગાંધી કેળવણી મંડળ, મોડાસા, ઉપ પ્રમુખ મ.લા.ગાંધી કેળવણી મંડળ, મોડાસા, મંત્રી,મ.લા.ગાંધી કેળવણી મંડળ, મોડાસા, જિલ્લા રમતગમત અધિકારી અરવલ્લી, અરવલ્લી જિલ્લા વ્યાયામ મંડળના પ્રમુખ, અને રેફરી, ટેકનીકલ ઓફિસીયલ્સ તથા કોચશ્રીઓ ઉપસ્થિત રહીને ખેલાડીઓને જુસ્સો વધાર્યો હતો.

Back to top button
error: Content is protected !!