કાલોલ પાલિકાની ચૂંટણીમાં સાત વોર્ડની ૨૧ બેઠક માટે ૧૭,૦૮૬ મતદારો એ કર્યું મતદાન,કયા વોર્ડમાં કેટલું થયું મતદાન.?

તારીખ ૧૭/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગર પાલિકાના આગામી વહીવટી બોર્ડ માટે જાહેર થયેલ ચૂંટણી અનુસંધાને ગતરોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. જે મઘ્યેની પ્રારંભિક માહિતી મુજબ 69.22% સરેરાશ મતદાન સાથે 7 વોર્ડની 28 બેઠકો પૈકી 21 બેઠક માટે 57 હરીફ ઉમેદવારોના ભાવી ઇવીએમ મશીનમાં સિલ થયા છે. જેમાં 12522 પુરુષ અને 12166 સ્ત્રી મળી કુલ 24688 નોંધાયેલ મતદારો પૈકી 17086 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.જેમાં 8853 પુરુષ અને 8223 સ્ત્રીઓનો સમાવેશ થાય છે.જેમાં વોર્ડ નંબર:- 1) 4042 માંથી 2426 નું મતદાન થયું (60.02ટકા )વોર્ડ નંબર:- 2) 3182 માંથી 2266 મતદાન થયું(71.21 ટકા ) વોર્ડ નંબર:-3) 3364 માંથી 2210 નું મતદાન થયું(65.70 ટકા ) વોર્ડ નંબર:-4) 3678 માંથી 2641 મતદાન થયું (71.81 ટકા) વોર્ડ નંબર:-5) 2931 માંથી 2042 મતદાન થયું (69.67 ટકા) વોર્ડ નંબર:-6) 3939 માંથી 3138 મતદાન થયું (79.66 ટકા) વોર્ડ નંબર:-7) 3552 માંથી 2363 મતદાન થયું (66.53 ટકા) જેમાં સૌથી વધુ મતદાન વોર્ડ નં.6 3939 મતોમાંથી 3138 નું મતદાન 79.66 ટકા થયું જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ નં.1 4042 મતોમાંથી 2426 નું 60.02 ટકા નોંધાયું છે ઉલ્લેખનીય છે કે કાલોલ નગર પાલિકાના કુલ 7 વોર્ડની 28 બેઠકો પૈકી 7 બેઠક પરના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થતા બાકીની 21 બેઠકો પરના 57 હરીફ ઉમેદવારો માટે ગત 16 મી ફેબ્રુઆરી એ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તેની મતગણતરી 18 મી ફેબ્રુઆરીએ યોજાનાર છે.





