Rajkot: સરકારી પોલીટેકનીક, રાજકોટ ખાતે માર્ગ સલામતી જાગરુકતા સેમીનાર યોજાયો

તા.૧૭/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ ટ્રાફિક પોલીસ, RTO, સરકારી પોલીટેકનિક, રાજકોટ અને બી. કે. મોદી ફાર્મસી કોલેજ, રાજકોટ દ્વારા સંયુક્ત રીતે રોડ સેફ્ટી અવેરનેસ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં RTO અધિકારી શ્રી કેતન ખપેડ, એ.સી.પી. શ્રી ગઢવી, શ્રી જે.વી.શાહ અને ડી.સી.પી. શ્રી પૂજા યાદવ દ્વારા સંવાદપૂર્ણ, રસપ્રદ અને અત્યંત માહિતીપ્રદ વક્તવ્યો આપીને વિદ્યાર્થીઓને જાગૃત કરાયા હતા. આ કાર્યક્રમના મધ્યમથી વિદ્યાર્થીઓનું રોડ સેફ્ટી અંગેનું જ્ઞાન વિકસે, ટ્રાફિકના નિયમો બાબતે જાગરુકતા કેળવાય તથા ટ્રાફિક નિયમોનું પાલન આપણી પ્રાથમિક ફરજ બને તેવી પ્રેરક બાબતો પ્રત્યે માર્ગદર્શન અપાયું હતું.
આ તકે બી.કે.મોદી ફાર્મસી કોલેજના ઈન્ચાર્જ આચાર્યશ્રી સોનીવાલા, યજમાન સંસ્થાના પ્રિન્સિપાલશ્રી ડો. એ.એસ. પંડ્યા, કાર્યપાલક ઈજનેર (પીજીવીસીએલ) શ્રી વી.જે.પારેખ અને કેમીકલ ખાતાના વડા શ્રી એ.ડી.સ્વામિનારાયણ ઉપસ્થિત રહ્યા હતા.





