કાલોલ શહેર સ્થિત મોહંમદી મસ્જીદ સંચાલિત મદ્રાસાનો જસ્ને દસ્તારે હિફજનો ભવ્ય જલ્સો યોજાયો

તારીખ ૨૦/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
મુસ્લિમ સમાજના બાળકો દુનિયાના શિક્ષણ અને જનરલ નોલેજની સાથો સાથ બાળપણથી જ ઈસ્લામિક જનરલ નોલેજ થકી પોતાના ધર્મની શ્રેષ્ઠ વાતોથી વાકેફ થાય અને પોતાના ઇસ્લામિક નોલેજ વડે દિન અને દુનિયામાં શિક્ષણનો અને પોતાના સંસ્કારોનો પાયો મજબૂત કરે તેવા આશય સાથે ગતરોજ મોડી રાત્રે કાલોલ મુસ્લિમ ઉલમાએ કીરામ અને મુસ્લીમ સમાજના અગ્રણીઓ દ્વારા કાલોલ શહેર મધ્યે આવેલી મોહંમદી મસ્જીદ સંચાલિત મદ્રાસા દ્વારા આયોજીત દર વર્ષની જેમ આ વર્ષે પણ મદ્રસાના સામેના મેદાનમાં વાર્ષિક જશ્ને દસ્તારે હિફજ પદવી સમારોહ સાથે મદ્રસાના બાળકો માટે વાર્ષિક જલસા નું ભવ્યાતિભવ્ય ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકો આ જલ્સામા જોળાયા હતા અને ખુબ સુંદર ધાર્મિક પઠન કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા જ્યાં સ્ટેટ ઉપર બિરાજમાન મુકરિરે શીરી બયાન ખલીફા એ હઝરત મોલાના કમરૂઝઝમા ઇલાહબાદી હઝરત મૌલાના સિરાજ ભાદી સાહેબના હસ્તે કાલોલ શહેરના ચાર હાફીઝો અને ત્રણ હાફીઝાઓને સનદ આપવામાં આવી હતી અને જલસામાં ભાગ લઇ ધાર્મિક પઠન કરનાર બાળકોને પ્રોત્સાહિત રોક્કડ ઇનામો અને દુવા થી નવાઝવામાં આવ્યાં હતાં આ પ્રસંગે જલસામાં ઉપસ્થિત ઉલમાએ કીરામ, મસ્જીદો ના ઈમામ સહિત ગામના મહાનુભાવોનું સાથે મોટીસંખ્યામાં સમાજના લોકો અને પરદાનશીન મા બહેનનો હાજર રહ્યા હતા.








