GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલની હાઉસિંગ સોસાયટીમા વૈષ્ણવાચાર્ય ની હાજરીમાં વ્રજલીલા નૃત્ય અને ફુલ ફાગ મનોરથ યોજાયો.

તારીખ ૨૦/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ બુધવારે રાત્રે ૮ કલાકે કાલોલ હાઉસિંગ સોસાયટીમા શ્રી વલ્લભકુલવંતરા વૈષ્ણવાચાર્ય પૂ. પા. ગૌ ૧૦૮ શ્રી પંકજકુમાર મહારાજ ની હાજરીમાં રાજેશભાઈ શાહ એન્ડ ગ્રુપ ના સંગીતમય સુરાવલી વચ્ચે વ્રજલીલા નૃત્ય અને હોળીના ફુલ ફાગ મનોરથ યોજાયો હતો જેમા મોટી સંખ્યામાં વૈષ્ણવો હાજર રહ્યા હતા. બાળ કલાકારો દ્વારા વ્રજલીલા ના વિવિધ પ્રસંગો ને સ્ટેજ ઉપર થી રજુ કરવામાં આવ્યા હતા.






