
તા.૨૦.૦૨.
૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ પોલીસ દ્વારા ભૂલથી AAP ના કાર્યકર્તાને રાત્રે જેલમાં નાખી સવારે જેલ મુક્ત કરી દેતા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકને રજુઆત કરાઈ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા ના ધાવડીયા ગામ ના ભાભોર કલ્પેશ ભલાભાઈ ને સત્તાનો દૂર ઉપયોગ કરી ને ઝાલોદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા ભાભોર કલ્પેશના ઘરે આવી કહેવા લાગ્યા કે.ઝાલોદ પોલીસ સ્ટેશનમાં તમારા નામની ફરિયાદ નોંધાઈ છે.એમ કહી કલ્પેશ ભાઈને રાત્રીના ૯:૦૦ કલાકની આસપાસ ઘરપકડ કરી.પોલીસની ગાડીમાં બેસાડી ઝાલોદ પોલીસ મઠકે લઈ જઈ કલ્પેશ ભાઈને જેલમાં નાખી દીધા હતા.ત્યાર બાદ સવાર ના ૯:૦૦ કલાકની આસપાસ જામીન કે કોઈ કાગળીયાં વગરજ઼ કકલ્પેશ ભાઈને જેલ મુક્ત કરી દેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.જેને લઈ ખોટી રીતે ઝાલોદ પોલીસે કલ્પેશ ભાઈ ને લોકઅપમાં રાખી શારીરિક રીતે માનસિક ત્રાસ ભાઈ આપવાં બાબતે આજ રોજ આમ.આદમી પાર્ટી ઝાલોદના કાર્યકર્તાઓ સાથે રહી દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકને ને લેખિતમાં અરજી આપી આં તમામ પોલીસ કર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી વિનંતી કરવામાં આવી છે





