
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૦ ફેબ્રુઆરી : ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. ગાંધીનગર દ્વારા દરેક મહિલાઓ આત્મનિર્ભર બને અને રોજગારીની સવલતો ઉભી થાય તે હેતુથી દરેક ક્ષેત્રે તાલીમ અને માર્ગદર્શન મળી રહે તે માટે તાલીમ કાર્યક્રમો અને શિબિર યોજવામાં આવતા હોય છે. જેને અનુસંધાને માંડવી તાલુકાના પદમપુર ગામે જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવેલ.પદમપુર ગ્રામ પંચાયત અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે પદમપુર અને આસપાસના ગામની બહેનો સાથે મહિલા જાગૃતિ શિબિર યોજવામ આવેલ. ઉક્ત શિબિરમાં પદમપુર ગ્રામ પંચાયતના સરપંચશ્રી રાજેશભાઈ ધોળું, માજી સરપંચશ્રી રતનશી બાપા, ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, સામાજિક આગેવાનો, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીના કર્મચારીઓ, RSETI સેન્ટર-ભુજોડીના પ્રતિનિધિ શ્રી હર્ષદભાઈ વાસાણી તેમજ ગામની મહિલાઓ અને કિશોરીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.મહિલા જાગૃતિ શિબિરમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી દ્વારા કાર્યક્રમને અનુલક્ષીને પ્રાસંગિક માહિતી આપવામાં આવેલ જેમાં સરકારશ્રીની મહિલાઓલક્ષી યોજનાઓનો વધુ લોકો લાભ લે અને અન્ય લોકોને પણ આ અંગે માહિતી આપે તેવું તમામ લોકો પાસે આગ્રહ રાખ્યું હતું અને મહિલાઓને યોજના બાબતે મુંઝવતા પ્રશ્નો અંગે પ્રશ્નોતરી કરવામાં આવેલ. વધુમાં સરપંચશ્રી દ્વારા ગામમાં કાર્યરત સખી મંડળ સાથે જોડાયેલ બહેનોને તથા વ્યકતિગત રીતે લઘુ ઉધોગ સાથે સંકળાયેલ બહેનો સરકારશ્રીની આવી યોજનાઓનો લાભ લે અને વધુ આગળ આવે તેવી આશા વ્યક્ત કરી હતી.RSETI સેન્ટરના શ્રી હર્ષદભાઈ દ્વારા સેન્ટર ખાતે ચાલતી વિવિધ તાલીમ અંગેની માહિતી આપવામાં આવેલ, જેમાં કુલ ૬૦ પ્રકારની તાલીમો અંગે માહિતી આપવામાં આવેલ. આ તાલીમમાં ૧૮થી ૪૫ વર્ષની યુવક/યુવતીઓ વિવિધ તાલીમ માટે અરજી કરી શકે છે અને સ્થાનિક કક્ષાએવધુ લોકો આ તાલીમ કેન્દ્રમાં જોડાય અને પોતાની રોજગારી ઉભી કરે તેવી આશા વ્યક્ત કરેલ હતી. જેન્ડર સ્પેશીયાલીસ્ટ શ્રી ભરતભાઈ સોલંકી દ્વારા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમની મહિલા સ્વાવલંબન યોજના અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ, જેમાં કુલ ૩૦૭ પ્રકારના ટ્રેડની સામે લોન મળવા પાત્ર છે જેમાં બહેનો વ્યક્તિગત રીતે લોનની અરજી કરી શકે છે, અરજી પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવેલ.ઉક્ત શિબિરમાં ગામની વીશીષ્ટ સિદ્ધિ મેળવેલ દીકરીઓને ગામના સામાજિક આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવેલ. દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી દ્વારા ઘરેલું હિંસા અને કામકાજના સ્થળે જાતીય સતામણીના કાયદાઓ અંગે સરળ ભાષામાં માહિત આપેલ. જેન્ડર સ્પેશીયાલીસ્ટ શ્રી અર્ચનાબેન ભગોરા દ્વારા વિભાગની મહિલાલક્ષી યોજનાઓ જેમ કે વ્હાલી દીકરી યોજના, બેટી બચાઓ બેટી પઢાઓ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થીક સહાય યોજના, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર અને સખી વન સ્ટોપ સેન્ટર વગેરે યોજનાઓ અંગેની માહિતી આપવામાં આવેલ. જાગૃતિ શિબિરમાં મહિલાલક્ષી યોજનાઓ અંગેના પેમ્પલેટ અને સ્ટીકરનું વિતરણ કરવામાં આવેલ.કાર્યક્રમના અંતમાં બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાની શપથ લેવામાં આવેલ હતી. સમગ્ર કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓ જોડાયેલ હતી અને કાર્યક્રમના સંચાલનની કામગીરી OSC સેન્ટરના કેન્દ્ર સંચાલકશ્રી ભાવનાબેન દ્વારા સંભાળવામાં આવેલ હતી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે DHEWની ટીમએ જહેમત ઉઠાવી હતી.

				


