GUJARATJETPURRAJKOT CITY / TALUKO
Jetpur: જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા જાહેર શૌચાલય પર સ્વચ્છતાનો સંદેશ અપાયો

તા.૨૧/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jetpur: રાજકોટ જિલ્લામાં વિવિધ નગરપાલિકાઓ દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ – ૨૦૨૪ અન્વયે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
સ્વચ્છતા અભિયાન હેઠળ ઘન કચરા વ્યવસ્થાપન, ઝાડી-ઝાંખરાનો નિકાલ, સૂકાં અને ભીના કચરાનું વર્ગીકરણ, સ્વચ્છતા જાગૃતિ સંદેશ, વિવિધ સ્પર્ધાઓ, રંગરોગાન જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. ત્યારે જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત જાહેર શૌચાયલની દીવાલો ઉપર રંગબેરંગી ચિત્રો કંડારવામાં આવ્યા હતાં. જેથી, લોકોને ગંદકી ન કરવા અને સ્વચ્છતા રાખવાની સાથેસાથે પર્યાવરણનું જતન કરવાની પણ પ્રેરણા મળી રહે. આમ, જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા જાહેર શૌચાલય પર સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.




