ચોટીલા અને મુળી તાલુકામાં ગેરકાયદે ખનિજ ખાણના વાહનો સહિત રૂ. 3. 27 કરોડનો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી કરાઈ

તા.21/02/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ખાતે નાયબ કલેક્ટર (SDM) શ્રી એચ. ટી. મકવાણા અને મામલતદાર પી.બી જોષી તથા તેમની સંયુક્ત ટીમ દ્વારા ચોટીલા શહેરમાં અને નજીકના ગામડા તથા માર્ગો પર એક વિશાળ આકસ્મિક તપાસ યોજવામાં આવી હતી આ દરમ્યાન, રાજકોટ હાઈવે પર જાની વડલા બોર્ડ, થાનગઢ રોડ, સાંગાણી પુલ અને ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ મુળી તાલુકામાં અનેક સ્થળોએ વિવિધ વાહનોની ચકાસણી કરવામાં આવી. ટ્રક ડમ્પર તથા અન્ય વાહનોમાંથી રોયલ્ટી પાસ વગરના અને ઓવર લોડેડ ખનિજ વિહિત કરવામાં આવતાં કુલ 9 ટ્રક/ડમ્પર અને એક મોટરસાઇકલ ઝપડી કાર્યવાહી કરવામાં આવી હતી ચોટીલા ખાતે રેકી કરનાર કેટા ગાડી અને 2 મોટર સાઇકલ તેમજ 1 એન્ડ્રોઇડ ફોન ઝડપાયા, જે ગેરકાયદે ખનિજ ખાણના હિસ્સા તરીકે ઉપયોગમાં લાવાતા હતા આ તમામ મુદ્દામાલના વેચાણની કુલ કિંમત અંદાજે રૂ. 3,27,13,326 (ત્રીસ કરોડ સત્તાવીસ લાખ પંદર હજાર ત્રણસો છબીસ) છે આ તમામ સીઝ કરાયેલા વાહનો અને મુદ્દામાલને હવે ચોટીલા મામલતદાર કચેરી અને મુળી તાલુકા કચેરીમાં રાખવામાં આવ્યા છે અને ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીંગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રુલ્સ 2017 હેઠળ કાયદેસર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે પ્રથમ દ્રષ્ટિએ, આ બધા ટ્રક અને અન્ય વાહનો સાથે જ ઘણા ડ્રાઇવર બચી ગયેલા હોવાથી, તદ્દન બિનવારસી માન્યતાઓ હેઠળ તેવો મુદ્દામાલ પણ સીઝ કરવામાં આવ્યો છે.




